હવે રાતના ૧૨ વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડી શકાશે, ગૃહ રાજ્યમંત્રી
અમદાવાદ : રાજ્યમાં નવરાત્રી (navratri) પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વની જાહેરાત કરાઈ છે, જેમાં નવરાત્રી (navratri)ના નવ દિવસ દરમ્યાન હવે રાત્રિના ૧ર વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડી શકાશે તેમજ હવે રાત્રે ૧ર વાગ્યા પછી હોટલો ખુલ્લી રાખી શકાશે. જેના પગલે હવે ખૈલેયાઓ હર્ષોલ્લાસ સાથે ગરબા રમી શકશે. બીજી તરફ શહેરોમાં હોસ્પિટલ, કોર્ટ તથા શૈક્ષણિક સંસ્થાઓની આસપાસના ૧૦૦ મીટર કે તેથી વધુના અંતરમાં આવતો વિસ્તાર સાઇલન્સ ઝોન જાહેર કરાશે, જે અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી માહિતી આપી હતી.
આ જાહેરાત બાદ હવે ખૈલેયાઓને ગરબા રમ્યા બાદ ભૂખ્યા રહેવાની જરૂર નહિ પડે, કેમ કે, નવ દિવસ દરમ્યાન રાત્રે ૧૨ વાગ્યા પછી હોટલો ખુલ્લી રાખવાની છૂટ અપાઈ છે, જેને લઈ ખૈલેયાઓ સહિત્ હોટલ માલિકોને રાહત મળી છે.
Other News : ગુજરાત કોંગ્રેસનું ટ્વીટર એકાઉન્ટ હેક : ચૂંટણી આડે ટેક્નીકલ ખામી કે કોઈ ષડયંત્ર ? જુઓ વિગત