પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી વિવાદીત ટિપ્પણીને લઈ રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ વિરોધ નોંધાવી રહ્યો છે
આણંદ જિલ્લામાં પણ છેલ્લાં કેટલાક દિવસોથી ઠેર ઠેર ક્ષત્રિય સમાજ (kshatriya caste) દ્વારા વિરોધ વ્યક્ત કરાઈ રહ્યો છે, પ્રચાર માટે જતા ભાજપના કાર્યકરોને કડવા અનુભવ થઈ રહ્યાં છે ત્યારે આ વિવાદને ઠારવા માટે બુધવારે રાજ્યના ગૃહમંત્રી આણંદ ખાતે દોડી આવ્યા હતા અને આણંદના Navli સ્થિત Kamalam ખાતે ક્ષત્રિય સમાજ (kshatriya caste) ના આગેવાનો સાથે બંધબારણે બેઠક યોજી હતી.
આણંદ જિલ્લામાં પણ કેટલાક સ્થળોએ ભાજપના ચૂંટણી પ્રચારનો ક્ષત્રિય સમાજ (kshatriya caste) દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યાના મામલે તથા (kshatriya caste) ભાજપમાં જ અંદરોઅંદરની ખેંચતાણના કારણે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ બુધવારે એકાએક આણંદની મુલાકાત કરી હતી. બપોરે લગભગ બે વાગ્યે કમલમ, આણંદ ખાતે હર્ષ સંઘવી, જિલ્લા સંગઠનના હોદ્ેદારો અને ક્ષત્રિય નેતાઓ (kshatriya caste) સાથે બંધ બારણે ગુફતેગુ યોજાઇ હતી. જો કે ૪૦ મિનિટ ચાલેલી Meeting માં થયેલ ચર્ચા અંગે સૌને ચૂપકિદી રાખવા નિર્દેશ કર્યો હોય તેમ સભા પૂર્ણ થયા બાદ જાહેર નિવેદન કરવાનું ટાળ્યું હતું.
Other News : વડાપ્રધાન મોદી પ્રચારાર્થે ગુજરાતની મુલાકાતે : આણંદ-ખેડા લોકસભા બેઠકની સંયુક્ત જનસભા સંબોધશે