Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ક્રાઈમ ચરોતર

આણંદમાંથી ઝડપાયું રાજ્યવ્યાપી આર.સી. બુક કૌભાંડ : ૧૨૫૨ નકલી આરસી બુક મળી

રાજ્યવ્યાપી આર.સી. બુક કૌભાંડ

આરટીઓ એજન્ટ પાસેથી ૧૨૫૨ આરસી બુક મળી : બનાવટી બુક ૩ હજારમાં વેચતો હતો

આણંદ : લોકલ ક્રાઈમ બ્રાંચ એ આરટીઓ એજન્ટોનું કામ કરતા બે ઇસમને ઝડપી નકલી આરસી બુકોનું રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ અંગે નકલી આરસી બુક દ્વારા કેટલાં વાહનોની લે-વેચ થઈ છે તેમજ વાહન ફાઈનાન્સ કંપનીઓ અને તેની એજન્સીઓ દ્વારા પણ આ તત્ત્વનો ઉપયોગ કરી નકલી આરસી બુકોથી વેપાર કર્યો છે કે કેમ? એ અંગે પણ વધુ તપાસ હાથ ધરાઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ૪ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ અ.હેડ.કો રફીકભાઇ ગનીભાઇ તથા અખ્તરહુસૈન યુસુફિયાંને બાતમી મળી હતી કે ઉમરેઠના ગુલામ મોહંમદ ઉર્ફે ગુલો આદમભાઇ વ્હોરા પાસેથી અલગ અલગ આર.ટી.ઓ.ની કુલ ૧૬ આર.સી.બુકો મળી આવેલી. જેથી પકડાયેલી આર.સી.બુકો બાબતે ખાતરી-તપાસ કરવી જરૂરી હોઇ, જેથી જાણવા જોગ દાખલ કરી તપાસ હાથ ધરાઈ હતી. આસપાસ દરમિયાન ઝડપાયેલા ઈસમ પાસેથી મળેલી આરસી બુકોને અમદાવાદ ખાતેના આર.સી.બુક સેન્ટર, કચેરીમાં ચિપ રીડર મારફત ખાતરી-તપાસ કરાવતાં તમામ સ્માર્ટ કાર્ડ (આર.સી.બુક) ચિપમાં રહેલી માહિતી તથા કાર્ડ પર છાપેલી માહિતી અલગ અલગ હોવાનું જણાઇ આવ્યું હતું. આ બાબતે ઘનિષ્ટ પૂછપરછ કરતાં આ બનાવટી આર.સી. બુકો બનાસકાંઠાના વડગામ તાલુકાના રજોસણા ગામે રહેતા તારીફ અબ્દુલ હમીદ માકણોજિયા દ્વારા તૈયાર કરવામાં આવી હતી.

વધુમાં આ ગુનાની તપાસ દરમિયાન બન્ને ઇસમોની સઘન પૂછપરછ કરતાં ઉમરેઠનો ગુલામ મોહંમદ ઉર્ફે ગુલો વડગામના તારીફ માકણોજિયા પાસેથી દરેક આર.સી.બુક ૨૫૦૦થી ૩૦૦૦ રૂપિયામાં મેળવેલી હોવાનું ખૂલ્યું હતું, જેથી વડગામના તારીફ માકણોજિયા ગામે પાલનપુર હાઇવે ઉપર આવેલા ગોલ્ડન પ્લાઝામાં જી-૩ દુકાનમાં રેડ કરતાં ૯૯૯ નંગ છાપેલી આર.સી. બુક તથા ૨૫૩ નંગ અડધી છાપેલી તથા અડધી કોરી આર.સી. બુકો કુલ-૧૨૫૨ નંગ તેમજ પ્રિન્ટર, લેપટોપ, પેન ડ્રાઇવ તથા થિનરની બોટલ નંગ-૬, પ્રિન્ટર રોલ નંગ-૨૨, કાપડના ટુકાડા નંગ-૫ તથા મોબાઇલ-૨ મળી કુલ રૂ.૫૬ હજાર ૭૯૦નો મુદ્દામાલ ઝડપાયો હતો, જે પોલીસે જપ્ત લીધી છે.

Other News : આણંદ : ૨૬ કરોડના ખર્ચે બાકરોલમાં જિલ્લા મધ્યસ્થ જેલનું નિર્માણ શરૂ : જાણો વિગત

Related posts

ઉમરેઠ તાલુકો ડેન્ગ્યુ તાવના ભરડામાં : ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ચિક્કાર, સરકારી દવાખાનું ખાલીખમ…!

Charotar Sandesh

આણંદ જિલ્લામાં ઉમરેઠ અને પેટલાદ પાલિકા વિસ્તાર કન્ટેન્ટમેન્ટ એરિયામાંથી મુકત જાહેર…

Charotar Sandesh

સમગ્ર આણંદ જિલ્‍લામાં લાગુ કરાયેલ હથિયારબંધી – સભા-સરઘસબંધી…

Charotar Sandesh