ગાંધીનગર : ગુજરાત ઉચ્ચતર અને માધ્યમિક બોર્ડનું ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ આજે આઠ વાગ્યે જાહેર કરાયું છે, આ વર્ષે કુલ ૪ લાખ ૨૨ હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓનું ૮૬.૯૧ ટકા પરિણામ ગુજરાતનું આવેલ છે, આ વર્ષે સૌથી ઓછું સ્માર્ટ સીટી વડોદરાનું ૭૬.૪૯ ટકા, જ્યારે સૌથી વધુ ડાંગ જિલ્લાનું ૯૫.૪૧ ટકા પરિણામ આવેલ છે.
ધોરણ ૧૨ બોર્ડનું પરિણામ વેબસાઈટ www.gseb.org પર પરિણામ જાહેર કરાયું છે
હવે ધોરણ ૧૦નું પરિણામ તા. ૦૬ જૂનના રોજ સવારે ૮ કલાકે જાહેેર થશે. ગત વર્ષની જેમ બોર્ડની વેબસાઈટ પર પણ પરિણામ જાહેર થયેલ જોઈ શકાશે. ઓનલાઈન પરિણામ બાદ થોડા દિવસોમાં સ્કૂલમાંથી માર્કશીટનું વિતરણ કરવામાં આવશે.
Other News : કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ તેમની પત્ની સાથેના વિખવાદને લઈ પત્રકાર પરિષદ યોજી : જુઓ શું કહ્યું…