Charotar Sandesh
વર્લ્ડ

ભૂકંપના ઝાટકાથી ધ્રુજ્યુ તાઈવાન : બે દિવસમાં ૧૦૦ જેટલા આંચકાથી હચમચ્યુ, પાટા પરથી ટ્રેન ઉથલી પડી

ભૂકંપના ઝાટકા

તાઈવાન : ઘણા દેશોમાં જેમ જેમ આધુનિક સુવિધાઓ અને અર્થતંત્ર મજબૂત થતું થાય છે, તેમ તેમ કુદરતી આફતોનો પણ સામનો કરવો પડતો હોય છે, જેમાં આજરોજ તાઈવાન સતત બીજા દિવસે પણ ભૂકંપ (earth quack) ના આંચકાથી ધ્રુજી ઉઠ્યું છે, પૂર્વ વિસ્તારોમાં આવેલ યુજિંગ વિસ્તારમાં ભૂકંપ (earth quack) ના ઝાટકા લોકોએ અનુભવ્યા હતા.

આ ઝાટકાની તિવ્રતાને લઈ રેલવે ટ્રેક પરથી ટ્રેન પણ ઉથલી પડતા ટ્રેન વ્યવહાર પણ ખોરવાયો હતો તેમજ ઉચી ઈમારતો ધરાશાઈ થવા પામેલ હતી

લગભગ બે દિવસમાં ભૂકંપ (earth quack) ના ૧૦૦થી વધુ આંચકા અનુભવાયા છે. તિવ્રતા ૭.૨ રિચર સ્કેલની હતી, જેના પગલે સેંકડો ઈમારતો-ઘરોને નુકસાન પહોંચેલ છે અને લોકોના જીવ અધ્ધર થયા હતા. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થયેલ હોવાના અહેવાલ હજી મળેલ નથી.

ભૂકંપ (earth quack) ના કારણે બ્રીજ ઉપરના રસ્તાઓમાં તિરાડો પડતાં વાહનોને અકસ્માતો નડ્યા હતા. આ સાથે રેલવેને આ ભૂકંપના કારણે ઘણુ બધું નુકસાન થયુ છે.

Other News : USA : ન્યુજર્સી સ્ટેટના મલાનપન ખાતે સ્પોર્ટીકા ઇન ડોર હોલમાં ઐશ્વર્યા મજુમદારના ગરબાચાહકો રોષે ભરાયા

Related posts

શરિયા કાયદો સજા નહી પરંતુ બચાવનો ઉપાય છે ઃ બ્રુનેઇ સરકાર બ્રુનેઇમાં સમલૈંગિક સંબંધો પર પથ્થર મારી મોતની સજા

Charotar Sandesh

ગુજરાતી મૂળના કાશ પટેલે સીએનએન સામે પાંચ કરોડ ડોલરનો બદનક્ષીનો દાવો કર્યો…

Charotar Sandesh

ચીનમાં કોરોના વાયરસના કારણે વધુ ૭૩ના મોત : મૃતાંક ૬૩૮ને પાર…

Charotar Sandesh