Charotar Sandesh
ગુજરાત

તંત્ર આળસ ખંખેરતુ નથી, ગૃહમંત્રીને રજૂઆત કરીશ : ડભોઈ ધારાસભ્ય શૈલેષ સોટ્ટા, જાણો વિગત

ધારાસભ્ય શૈલેષ સોટ્ટા

ભાજપના ધારાસભ્યના જનસંપર્ક કાર્યાલયમાં ચોરીનો પ્રયાસ

વડોદરા : જિલ્લામાં ડભોઇમાં આવેલા ભાજપ કાર્યાલયમાં થયેલા ચોરીના પ્રયાસના બનાવની જાણ ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા)ને થતાં તુરંત જ તેઓ દોડી ગયા હતા. તે સાથે ડભોઇ પોલીસ પણ બનાવની જાણ થતાં પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને તસ્કરોનું પગેરું મેળવવા માટે આસપાસમાં લાગેલા સીસીટીવીની ચકાસણી કરી હતી. જોકે, પોલીસને તસ્કરો અંગેના કોઇ સગડ મળ્યા ન હતા.

ધારાસભ્યના કાર્યાલય સહિત બે મકાનોના તાળા તૂટતા ડભોઇ પોલીસ તંત્રના નાઇટ પેટ્રોલિંગ ઉપર સવાલો ઉભા થયા છે

આ બનાવ બનતા સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, જો ધારાસભ્યનું કાર્યાલય પણ તસ્કરોથી સુરક્ષિત ન હોય તો સામાન્ય નાગરિકોની સુરક્ષાની શુ વિસાત? ડભોઇના ભાજપાના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા)એ ભાજપા કાર્યાલયમાં થયેલા ચોરીના પ્રયાસના બનાવ અંગે જણાવ્યું હતું કે, ડભોઇ નગર અને તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી ચોરીના બનાવોમાં વધારો થયો છે. ચોરીના બનાવો અંગે ફરિયાદો આવતી હતી. આજે મારા ભાજપાના કાર્યાલયના તાળાં તૂટ્યા તે ગંભીર બાબત છે.

છેલ્લા કેટલાક સમયથી તસ્કરો ઉત્પાત મચાવી રહ્યા છે. પરંતુ, તંત્ર આળસ ખંખેરતુ નથી. આ અંગે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી છે. એથી વધારે આ બનાવ અંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ રજૂઆત કરીશ. તસ્કરો હવે બાઇકો લઇને આવવાને બદલે મોંઘીદાટ કારોમાં ચોરી કરવા નીકળતા હોય છે.

આ બનાવની જાણ થતાં દોડી ગયેલા શૈલેષ સોટ્ટાએ જણાવ્યું હતું કે, તસ્કરોએ ઉત્પાત મચાવ્યો છે. પરંતુ, તંત્ર હજુ આળસ ખંખેરતુ નથી. જે ગંભીર બાબત છે. આ અંગેની રજૂઆત રાજ્યના ગૃહમંત્રીને કરવામાં આવશે. હતા.

ધારાસભ્યના કાર્યાલયમાં ઘૂસી ગયેલા તસ્કરોએ કાર્યાલય સ્થિત તિજોરી, ઓફિસ ટેબલના તાળા તોડીને તપાસ કરી હતી. પરંતુ, કંઇ મળી ન આવતા તસ્કરોએ તિજોરી અને ઓફિસ ટેબલમાં પડેલ સાહિત્ય વેરણ-છેરણ કરી ખાલી હાથે ફરાર થઇ ગયા હતા. જોકે, તસ્કરોએ વિસ્તારના અન્ય બે મકાનોને પણ નિશાન બનાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

Other News : USA : ગેરકાયદેસર અમેરિકામાં પ્રવેશેલા ૭ ભારતીયોને પરત મોકલવાની પ્રક્રિયા ચાલુ

Related posts

૧૦૮ એમ્બ્યુલન્સે ૧ કરોડની જિંદગી બચાવી, ૩૫ લાખ મહિલાઓની પ્રસુતિ કરાવી…

Charotar Sandesh

કોરોના અંગે નિષ્ણાંતોનો મત : ૬૦-૭૦ ટકાને ચેપ લાગશે પછી આ ભય જતો રહેશે…

Charotar Sandesh

કોવીડ-૧૯ના મહામારીમાં લેવાઇ સીએ પરીક્ષા, ઇતિહાસમાં પ્રથમવાર આપાયું OPT OUT ઓપશન…

Charotar Sandesh