Charotar Sandesh
ઈન્ડિયા

તાલિબાનોની સરકાર બનતાં વિશ્વમાં આતંક અને કટ્ટરવાદ વધશે : PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હી : આતંકવાદ અને કટ્ટરવાદની વર્તમાન સિથતિ છે એવી જ સિૃથતિ આગળ રહેશે તો સંગઠનના સભ્ય દેશોના કરોડો યુવાનોના માનસ ઉપર તેની અસર પડશે અને તે ભવિષ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. પીએમ મોદીએ ઉમેર્યું હતું કે ભારત મધ્ય એશિયાના દેશો સાથે વધારે ગાઢ સંબાધો વિકસાવવા માટે કટિબદ્ધ છે. ભારત દરેક દ્વિપક્ષીય પહેલ માટે કટિબદ્ધ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ)ના સભ્ય દેશોના નેતાઓને વર્ચ્યુઅલ સંબોાૃધન કર્યું હતું. એમાં પીએમ મોદીએ કટ્ટરવાદ અને આતંકવાદને વિશ્વ માટે ઘાતક ગણાવીને ઉમેર્યું હતું કે સભ્ય દેશોએ આતંકવાદ સામે સંગઠિત થઈને લડત આપવાની જરૃર છે. એસસીઓ સમિટમાં અફઘાનિસ્તાનની સ્થિતિ બાબતે ખાસ ચર્ચા થઈ હતી. એમાં પીએમ મોદીએ અફઘાનિસ્તાન અને તાલિબાનના સંદર્ભમાં સ્પષ્ટ વલણ બતાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં તાલિબાનોની સરકાર બનવા વિશ્વમાં આતંકવાદ અને કટ્ટરવાદ વધી જશે. આંતરિક કે બાહ્ય સહમતી વગર તાલિબાનોની સરકાર બની હોવાથી વિશ્વએ સમજી-વિચારીને તાલિબાનની સરકારને સમર્થન આપવાનું વિચારવું જોઈએ. ઈતિહાસ તરફ નજર કરીશું તો જણાશે કે મધ્ય એશિયાની સંસ્કૃતિ ઉદારવાદી અને સહિષ્ણુ હતી. સૂફીવાદ જેવી પરંપરાનો ઉદ્ભવ સદીઓ પહેલાં આવા દેશોમાં થયો હતો. એસસીઓ આ પરંપરાને લોકો સુાૃધી પહોંચાડવામાં નિમિત્ત બને તે જરૃરી છે.

મોદીએ કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં હથિયારોના દમ ઉપર સરકાર બની છે, એમાં લોકશાહીના કે માનવ અધિકારોના વિચારોનો સમાવેશ થયો નથી

જો અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપાશે નહીં તો તેની દુનિયા આખીએ કિંમત ચૂકવવી પડશે. કોઈ પણ કિંમતે આતંકવાદને છૂટો દોર આપી શકાય નહીં. ભારત અફઘાનિસ્તાનના નાગરિકોની સહાય કરી રહ્યું છે. ભારત ખોરાક અને દવાની મદદ પહોંચાડે છે. ભારત આ કાર્ય માનવતા માટે કરે છે એવું વડાપ્રધાને કહ્યું હતું.

Other News : CORONA : અમેરિકામાં ફરી કોરોનાએ માથું ઉંચક્યું : દરરોજ અધધ કેસો સામે આવ્યા

Related posts

દિલ્હીમાં રેકોર્ડબ્રેક ઠંડી : લઘુત્તમ તાપમાન ૪.૨ નોંધાયુ…

Charotar Sandesh

રેલ્વેમાં મુસાફરોની અછત, અનેક ટ્રેનો અનિશ્ચિત સમય માટે રદ…

Charotar Sandesh

યસ બેંકનો રોકાણકારોને મોટું નુકસાન, એક જ ઝટકામાં 27% તૂટ્યો શેર

Charotar Sandesh