યુપી-બિહાર સહિત દેશભરમાં અગ્નિપથ યોજનાને લઈને વિરોધ પ્રદર્શન વચ્ચે સેનાએ ચેતવણી આપી
ન્યુદિલ્હી : અગ્નિપથ યોજના (agnipath yojana) લાગુ કરાતાં યુપી-બિહાર સહિત દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, આ દરમિયાન રવિવારે ત્રણેય સેનાઓની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, હિંસા કરનારાઓને સ્પષ્ટ ચેતવણી અપાઈ છે કે જો તેમની સામે એફઆઈઆર નોંધાશે, તો તેઓ અગ્નિવીર બની શકશે નહીં.

આ બાબતે લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરીએ જણાવેલ છે કે, જ્યારે ઉમેદવારો અરજી કરે છે, ત્યારે તેઓએ ઉલ્લેખ કરવો પડશે કે તેઓ અગ્નિપથ યોજના (agnipath yojana) ના વિરોધ દરમિયાન હિંસા-તોડફોડમાં સામેલ ન હતા. સેના તરફથી કહેવાયું છે કે, વિરોધ કરી રહેલા કેટલાક લોકોને ખબર નથી કે આખરે આ પ્લાન કરાયો છે, પરંતુ તેમને કેટલાક લોકો દ્વારા ઉશ્કેરાયા છે.
વધુમાં લેફ્ટનન્ટ જનરલે કહેલ કે આ યોજના પર છેલ્લા બે વર્ષથી કામ ચાલી રહ્યું હતું, તેની દરેક વિગતો પર ધ્યાન અપાયું હતું. અમે યોજનામાં વય મર્યાદામાં ૨ વર્ષનો વધારો કરેલ છે કારણ કે યુવાનોનું દર્દ સમજાયું હતું. અમને યુવાન આર્મી જોઈએ છે, આ યોજના હવે પાછી નહીં જ આવે.
તેમણે કહ્યું કે જે લોકો આ યોજના પર સવાલ ઉઠાવી રહ્યા છે કે ૪ વર્ષ પછી એગ્રીવર્સ શું કરશે, તો અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આપણા દેશના ૮૫ ઉદ્યોગોએ કહ્યું છે કે તેઓ અગ્નિવીર લેવા માંગે છે, પરંતુ આ રાતોરાત શક્ય નથી. જો અમે ઉદ્યોગપતિઓને આ યોજના વિશે અગાઉથી જણાવી દીધું હોત તો તેઓને પણ પ્રશ્ન થશે કે આ અગ્નિવીરોની ક્ષમતા શું હશે, પ્રક્રિયાનો આધાર શું હશે, તો આમાં પણ ઘણો સમય લાગત જે શક્ય નથી.
Other News : આણંદ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં અંદાજિત પ લાખ લોકો સહભાગી થશે