લંડન : ટીમ ઇન્ડીયા અને કાઉન્ટી ઇલેવન વચ્ચે ડરહમમાં પ્રેકટીશ મેચ રમાઇ રહી છે. જેમાં વિરાટ કોહલી ભાગ નથી લઇ રહ્યો. ભારતીય ટીમના બોલરોએ કાઉન્ટી ઇલેવન સામેની મેચ દરમ્યાન શાનદાર પ્રદર્શન કર્યુ છે. જોકે વિરાટ કોહલીએ પ્રેકટીશની બાબતમાં કોઇ જ કચાસ બાકી રહી નથી. તે નેટ પ્રેકટીશ કરી રહ્યો છે. સાથે જ એ દરમ્યાન શાનદાર શોટ્સ લગાવવાની પ્રકટીશ કરી રહ્યો છે.
બીસીસીઆઈએ વિરાટ કોહલીના અભ્યાસનો વિડીયો શેર કર્યો છે. જેમાં તે બેટીંગ અભ્યાસ દરમ્યાન શોટ્સ લગાવી રહ્યો છે. તે ખૂબ સરસ રીતે બોલને મીડલ કરતો પણ વિડીયોમાં જોઇ શકાય છે. વિરાટ કોહલીને પીઠમાં જકડાઇ જવાની ફરીયાદ રહેતા, તેને કાઉન્ટી ઇલેવન સામેની મેચથી આરામ અપાયો છે. વિરાટ કોહલીને મ્ઝ્રઝ્રૈં ની મેડીકલ ટીમે આરામ આપવા માટેનો નિર્ણય લીધો હતો.
વિરાટ કોહલીના કાઉન્ટી ઇલેવન સામે નહી રમવાને લઇ સવાલો ઉઠવા લાગ્યા હતા.
જોકે ત્યાર બાદ બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે જણાવ્યું હતું, વિરાટ કોહલીએ સોમવારે સાંજે પીઠમાં જકડાઇ જવાનો અહેસાસ કર્યો હતો. જેને લઇ બીસીસીઆઈની મેડીકલ ટીમ દ્વારા તેને ત્રણ દિવસીય ફર્સ્ટ ક્લાસ મેચથી આરામ આપવાની સલાહ આપવામાં આવી હતી. સાથે જ કહ્યુ હતુ કે, અજીંક્ય રહાણેને ડાબા પગની માંશપેશીઓની આસપાસ હળવો સોજો જણાયો છે.
આગામી ૪ ઓગષ્ટથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી રમવાની શરુઆત થનારી છે. બંને દેશોની ટીમ વચ્ચે ૫ ટેસ્ટ મેચ રમાનારી છે. આ માટે ઇંગ્લેન્ડે તેમની ક્રિકેટ ટીમ ઘોષીત કરી દીધી છે. જ્યારે ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત હવે કોરોના સંક્રમણથી સ્વસ્થ થઇ ચુક્યો છે. તે આગામી બીજી અભ્યાસ મેચમાં સામેલ થશે.
Other News : પ્રેક્ટિસ મેચ છોડીને રોહિત-રહાણે ભારત-શ્રીલંકાની મેચ જોતા જોવા મળ્યા