Charotar Sandesh
ઈન્ડિયા

ક્રેશ થયેલ હેલિકોપ્ટર Mi-17V-5 હતું : ભારતે રશિયા પાસેથી આવા ૮૦ હેલિકોપ્ટર ખરીદ્યા છે

હેલિકોપ્ટર Mi-17V-5

ન્યુદિલ્હી : એપ્રિલ ૨૦૧૯થી તો આ હેલિકોપ્ટરનુ સમારકામ અને સર્વિસિંગ કરવા માટેનુ સેન્ટર પણ ભારતે સ્થાપી દીધુ હતુ. હેલિકોપ્ટરનુ કેબિન મોટુ છે. Mi-17V-5ને તેના અગાઉના વર્ઝન MI-8 ના આધારે ડિઝાઈન કરવામાં આવ્યુ હતુ. તેની પાછળની તરફ એક રેમ્પ પણ હોય છે.જ્યાંથી સૈનિકો અને માલસામાનની હેરફેર આસાનીથી થઈ શકે છે.

ટેક ઓફ સમયે તેનુ મહત્તમ વજન ૧૩૦૦૦ કિલો હોય છે.તે ૩૬ સૈનિકોને એક સાથે લઈ જઈ શકે છે.તેમાં ચાર મલ્ટી ફન્કશન ડિસ્પ્લે, નાઈટ વિઝન ડિવાઈસ, ઓન બોર્ડ વેધર રડાર તેમજ ઓટો પાયલટ સિસ્ટમ સામેલ છે. ભારત માટે ખાસ બનાવાયેલા Mi-17V-5 હેલિકોપ્ટરમાં નેવિગેશન, ઈન્ફર્મેશન ડિસ્પલે પણ સામલે હોય છે. સંકટ સમયે તેને હથિયારોથી પણ સજ્જ કરી શકાય છે.એસ-૮ રોકેટ, એક મશિન ગન, તેમાં ફિટ કરી શકાય તેમ છે.

હેલિકોપ્ટર દુશ્મનો, બખ્તરબંધ વાહનો તેમજ જમીન પરના લક્ષ્યને ટાર્ગેટ કરી શકે છે

કોકપિટ અને બીજા મહત્વના હિસ્સા પર બખ્તરનુ આવરણ ચઢાવાયેલુ છે.તેની બળતણ ટેન્કમાં ફોમ પોલીયુરેથેન ભરવામાં આવે છે.જેથી તેમાં વિસ્ફોટ ના થાય. હેલિકોપ્ટરમાં જામર પણ છે.આટલી આત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હોવા છતા Mi-17V-5 હેલિકોપ્ટર ક્રેશ થતા વાયુસેના અને સંરક્ષણ વિભાગની ઉંઘ ઉડી ગઈ છે.

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને તેમના પત્ની સહિત ૧૪ લોકોને લઈ જતુ હેલિકોપ્ટર ક્રેશ થયુ છે. આ Mi-17V-5 પ્રકારનુ હેલિકોપ્ટર છે અને તે સેનાના ઉપયોગ માટે અત્યંત સક્ષમ મનાય છે.

ભારતમાં વીવીઆઈપી લોકોની મુસાફરી માટે તેનો ઉપયોગ થતો હોય છે. Mi-17V-5 ટ્રાન્સપોર્ટ હેલિકોપ્ટર છે અને રશિયન કંપની કજાન હેલિકોપ્ટર તેનુ નિર્માણ કરે છે.તેની કેબિન અને બહારનો હિસ્સો માલ સામાનની હેરફેરને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવ્યો છે.
ભારત દ્વારા ૧૨ Mi-17V-5 હેલિકોપ્ટરોનો ઓર્ડર આપવામાં આવ્યો હતો.આ માટે ૨૦૦૮માં ૮૦ હેલિકોપ્ટરોનો સોદો રશિયા સાથે ૧.૩ અબજ ડોલરમાં કરવામાં આવ્યો હતો.૨૦૧૧માં ભારતીય વાયુસેનાને તેની ડિલિવરી મળવા માંડી હતી.૨૦૧૩ સુધીમાં ભારતને આવા ૩૬ હેલિકોપ્ટર મળ્યા હતા.૨૦૧૮માં તેની છેલ્લી ખેપ ભારતને મળી હતી.

Other News : દેશના પ્રથમ સીડીએસ બિપિન રાવતના જીવન અંગે જાણો : તેમણે ૧૯૭૮ના વર્ષમાં આર્મી જોઈન કરી હતી

Related posts

ડીજીટલ સ્ટ્રાઈક પાર્ટ-2 : ચાઈનાની વધુ 47 મોબાઈલ એપ્લીકેશન પ૨ પ્રતિબંધ…

Charotar Sandesh

૨૪ કલાકમાં કોરોનાના ૮૯,૭૦૬ કેસ,૧૧૧૫ના મોત : કુલ કેસ ૪૩ લાખને પાર…

Charotar Sandesh

૨૨ માર્ચે જનતા કર્ફ્યુના બે વર્ષ પૂર્ણ થયા : લોકોએ જૂના ફોટા શેર કર્યા

Charotar Sandesh