Charotar Sandesh
ગુજરાત

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના ટોલ ટેક્સથી દર મહિને ૧૫૦૦ કરોડની કમાણી થશે

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે

નવી દિલ્હી : દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતમાંથી પસાર થવાનો છે.આ હાઈવે બન્યા બાદ દિલ્હીથી મુંબઈ ૨૪ કલાકની જગ્યાએ બાર કલાકમાં પહોંચી જવાશે.આ હાઈવે વિશ્વસ્તરનો છે અને તેની કામગીરી ૨૦૨૩માં પૂરી થશે.

મુંબઈ અને દિલ્હી વચ્ચે બની રહેલો નવો એકસપ્રેસ વે કાર્યરત થઈ ગયા બાદ આ એક્સપ્રેસ વે પર આવતા મોટા શહેરો વચ્ચે મુસાફરીનો સમય તો ઘટી જ જશે પણ કેન્દ્ર સરકાર માટે આ હાઈવે સોનાની ખાણ પૂરવાર થશે.

કેન્દ્રના રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીનુ કહેવુ છે કે, આ હાઈવે એક વખત કાર્યરત થી જશે તે પછી સરકારને દર મહિને ટોલ ટેક્સમાંથી ૧૫૦૦ કરોડ રુપિયાની આવક થશે.આ હાઈવે ૨૦૨૩માં કાર્યરત થવાની આશા છે.

તાજેતરમાં જ હાઈવેની નીતિન ગડકરીએ અલગ અલગ રાજ્યોમાં જઈને સમીક્ષા કરી છે

ગડકરીનુ કહેવુ છે કે, આગામી પાંચ વર્ષમાં કેન્દ્ર સરકારની નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાની ટોલ ટેક્સની આવક વધીને ૧.૪૦ લાખ કરોડ રુપિયા થઈ જશે.જે હાલમાં ૪૦૦૦૦ કરોડ રુપિયાની આસપાસ છે.

Other News : રાજ્યમાં ૭૪ ટકા વરસાદ નોંધાયો : ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું

Related posts

આજે ૧.૩૦ કલાકે મંત્રીમંડળનો શપથગ્રહણ સમારોહ : ૩ કલાક પહેલા આ ધારાસભ્યોને આવ્યો ફોન

Charotar Sandesh

મોટેરા સ્ટેડિયમમાં રચાયો નવો ઇતિહાસ : વિશ્વના બે શક્તિશાળી નેતા એક મંચ પર જોવા મળ્યાં…

Charotar Sandesh

લગ્નમાં ૫૦ લોકોની પણ જરૂર નથી, ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકો – ગુજરાત હાઇકોર્ટ

Charotar Sandesh