આણંદ : જિલ્લાના બોરસદ ડાલી રોડ ઉપર રાત્રિ ના સમયે કસારી ગામ પાસે બાઈક અને મારૂતિ સિયાજ ગાડી વચ્ચે ગખ્વાર અકસ્માત સર્જાયો હતો તેજ ઘટનાં સ્થળે આજ સવારે ફરી એક વાર થ્રી વ્હીલ લોડીંગ રીક્ષા ટ્રક અને ટ્રેકટર વચ્ચે ગખ્વાર અકસ્માત સર્જાયો હતો આ ઘટનાં ની જાણ એક રાહદારી એ ૧૦૮ માં જાણ કરી હતી.
ગણતરીના સમય માં સી. એચ. સી. રાસ ૧૦૮ની ટીમ આવી ને ઘટનાં સ્થળ પરથી નરેન્દ્રભાઇ પટેલ જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં તેમનું રેસક્યું કરીને નજીકની શ્રધ્ધા હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા હોસ્પિટલમાં લઇ જતા પહેલા નરેન્દ્રભાઇનાં ગળામાં સોનાંની બે ચેઈન હાથ ની બે વિટી જમણા હાથે કડું ઘડિયાળ તથા ૨૯૩૦ રૂપિયા રોકડા મોબાઇલ ફોન અને ઓરીજનલ ડોક્યુમેન્ટ ૧૦૮ની ટીમે સાચવી ને મૂકી દીધા હતાં આ બાદ તેમના પરિજનો સાથે ટેલીફોનીક જાણ કર્યા બાદ ૧૦૮નાં કર્મચારી ઇ.એમ.ટી. અશોક રોહિત તથા પોઈલોટ જયેશ પરમાર એ હોસ્પિટલમાં જમા કરાવ્યા હતાં, આ આભૂષણોની કિંમત અદાજીત ૧૫૦૦૦૦થી વધુ હોય અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત અવસ્થા નો લાભ લઇ ને કોઈપણ વ્યકિત ચોરી કરી શકે તેમ હતું.
જોકે મક્કમ મનના ઇ.એમ.ટી. અશોક રોહિત તથા પોઈલોટ જયેશ પરમાર એ પ્રમાણિકતા દાખવી માનવ ધર્મનું ઉદાહરણ આપ્યું હતું
ઇ.એમ.ટી. અશોક રોહિત તથા પોઈલોટ જયેશ પરમારની કામગરી ને ૧૦૮ એમ્બ્યુલન્સનાં આણંદ જીલ્લા અઘિકારી રવિ પ્રજાપતિ અને ઉપરી અધિકારી બિપીન ભટેરિયા દ્વારા બિરદાવવામાં આવી હતી, આ સાથે જ નરેન્દ્રભાઇનાં પરીવારે પણ ઘરેણા પરત મળતાં અંતરપૂર્વકથી આભાર વ્યક્ત કર્યો હતો.
Other News : વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા ફૂટપાથ પર રાતવાસો કરતાં દરિદ્ર નારાયણોને ધાબળા વિતરણ કરાયું