નેપાળ : નેપાળ દેશની સરકારે રાજધાની કાઠમાંડૂમાં એવો પ્રતિબંધ મૂક્યો છે, જેને સાંભળી આશ્વર્ય થશે. સ્વાસ્થ્ય મંત્રાલયે કાઠમાંડૂના એલએમસીમાં પાણીપુરી પ્રતિબંધ લગાવી દીધો છે, ઘાટીના લલિતપુર મેટ્રોપિલિટન સિટીમાં કોલેરાના કેસ વધ્યા બાદ આ નિર્ણય લેવાયો છે, દાવો કરાયો છે કે પાણીપુરીમાં ઉપયોગ થનાર પાણીમાં કોલેરાના બેક્ટેરિયા મળી આવેલ છે.
મહાનગર પોલીસ ચીફ સીતારામ હચેતૂના જણાવ્યા અનુસાર ભીડભાડવાળા વિસ્તારો અને કોરિડોર એરિયામાં પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ લગાવવાની તૈયારી કરાઈ છે. પાણીપુરીના લીધે કોલેરાના કેસ વધવાનો ખતરો રહેલો છે.
કાઠમાંડૂ શહેરમાં કોલેરાના સાત નવા કેસ મળ્યા હતા, આ સાથે જ ઘાટીમાં કુલ દર્દીઓની સંખ્યા ૧૨ થઇ છે
આ સાથે લોકોને અપીલ કરાઈ છે કે, કોલેરા પણ લક્ષણ જોવા મળતાં જ નજીકની હોસ્પિટલનો સંપર્ક કરે. વરસાદ તેમજ ગરમીની સિઝનમાં ફેલાનાર પાણીજન્ય બિમારી જેમ કે ઝાડા, કોલેરાથી સાવધાન રહે અને સતર્ક રહે.
Other News : ૭ વર્ષિય હર્ષિએ ફક્ત ૩૦ સેકેન્ડમાં ૮૨ દેશના નકશાને ઓળખી અનોખી સિદ્ધિ હાંસલ કરી, જુઓ વિગત