રાજ્યની વિધાનસભાની ચુંટણીને લઈ ત્રિપાંખીયો જંગ જામવાનો છે, ત્યારે આજે ચુંટણીપંચ દ્વારા ચુંટણીની તારીખો જાહેર કરી દીધી છે, જે ચુંટણી બે તબક્કામાં યોજાશે.
પ્રથમ તબક્કાનું મતદાન ૧ ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન ૫ ડિસેમ્બરે યોજાશે, જ્યારે ગુજરાતની ચૂંટણીનું પરિણામ ૮ ડિસેમ્બરે જાહેર થશે. હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ ૮ ડિસેમ્બરે જાહેર કરાશે.
પહેલા તબક્કામાં : કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ
બીજા તબક્કામાં : બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર
પહેલા તબક્કામાં ૮૦ બેઠકોનું મતદાન તેમજ બીજા તબક્કા માટે ૯૩ બેઠકોનું મતદાન યોજાશે, બે તબક્કામાં મતદાન થશે.
Other News : ગુજરાત વિધાનસભાની ચુંટણીની તારીખો જાહેર : બે તબક્કામાં યોજાશે ચુંટણી, આચારસંહિતા લાગુ