મુંબઈ : ટેલીવિઝનનાં સૌથી પોપ્યુલર રિયાલિટી શોમાંનો એક એટલે કે બિગ બોસની નેક્સ્ટ સીઝન બિગ બોસ ઓટીટી ટૂંક સમયમાં શરુ થવાની છે. તેની તૈયારીઓ પણ આશરે પૂરો થઈ ગઈ છે.શોમાં ભાગ લેનારા સેલેબ્સના નામ એક પછી એક આવી રહ્યા છે. આ દરમિયાન બિગ બોસ હાઉસનાં ઈનસાઈટ ફોટો વાઈરલ થયા છે.
બિગ બોસ હાઉસના બેડરૂમનો ફોટો વાઈરલ થઈ રહ્યો છે. આ બેડરૂમ એસ્ટ્રોલોજિકલ થીમ પર રેડી કર્યો છે. ફોટામાં ઘરની દીવાલ પર ટેરો કાર્ડ જોઈ શકાય છે બેડ પર પણ રાશિની સાઈન છે. આ વખતે દરેક કન્ટેસ્ટન્ટને ડબલ સ્ટોરી બેડ મળવાના છે. જો કે, હાલ બિગ બોસ હાઉસ પૂરું રેડી નથી, પણ તેની ઝલક દર્શકોને મળી છે.
વૂટે હાલમાં જ શોની પ્રથમ કન્ટેસ્ટન્ટ નેહા ભસીનનું નામ કન્ફર્મ કરીને એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં સિંગરે કહ્યું, બિગ બોસ હાઉસમાં મારો અવાજ સાંભળવા માટે તૈયાર થઈ જાઓ. આ અવાજ ગૂંજે છે, કોઈનાથી દબાતો નથી.
કરનને સાઈન કરવાનું કારણ પૂછવા પર સૂત્રોએ જણાવ્યું, શરૂઆતના ૬ એપિસોડ અનકટ હશે. તેથી આ વખતે ઓડિયન્સને કન્ટેસ્ટન્ટની ઘણી એવી પર્સનાલિટી જોવા મળશે જેનાથી તેઓ આશ્ચર્યચકિત થઈ શકે છે.
કરનની નિખાલસતા, બોલવાની સ્ટાઈલ, અંદાજ દર્શકોને બિગ બોસ ઓટીટીના કન્ટેસ્ટન્ટ્સને નજીક લાવશે. રમૂજી અને સમજદાર કરનની તેના દર્શકોને હસાવવાની સ્ટાઈલ ઘણી અલગ છે. તે એક માધ્યમ હશે ઘરમાં બંધ થયેલા કન્ટેસ્ટન્ટને બહારની દુનિયાનો પરિચય કરાવવા માટે. મેકર્સને વિશ્વાસ છે કે કરનનો ડ્રામા શોની પોપ્યુલારિટી વધવામાં ઘણી મદદ કરશે.
Other News : Film : પ્રભાસે ફિલ્મ ’રાધે શ્યામ’નું પોસ્ટર શેર કર્યું, ફિલ્મની રિલીઝ ડેટ પણ કરી જાહેર