Charotar Sandesh
ગુજરાત

કરણી સેના દ્વારા રાજ્યમાં લાંચિયા અધિકારીઓ સામે ઝુંબેશ ચલાવવાની જાહેરાત કરાઈ

લાંચીયા અધીકારીઓ

ગાંધીનગર : ભ્રષ્ટાચાર મુક્ત રાય કરવાની સરકારની નેમ સાથે જાગૃત અને અને લોક પ્રશ્નોને વાચા આપતા ગુજરાત નાં તમામ જિલ્લા માં કાર્યરત સંગઠન શ્રી રાજપુત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ જે.પી. જાડેજા એ લાંચીયા અધીકારીઓ અને કર્મચારીઓ સામે ગુજરાતભરમાં ઝુંબેશ ચલાવવા ની જાહેરાત કરી છે અને આવા અધિકારીઓએ સાનમાં સમજી જવા અને અરજદારોને હેરાન પરેશાન ન કરવા ચીમકી ઉંચારી છે.

લાંચીયા અધીકારીઓના ભોગ બનેલા અરજદારોને જે.પી. જાડેજાનો મો. નં.૯૮૨૫૩ ૦૦૦૯૭ પર સંપર્ક કરવા અને કાયદાકીય લડતની ખાત્રી આપી છે

રાજકોટ પોલીસ તોડકાંડ પ્રકરણ માં જરૂર પડે તો સીબીઆઈ ને પણ આધાર પુરાવા સાથે ફરિયાદ કરી લાંચીયા અધીકારીઓને પાઠ ભણાવવામાં શ્રી રાજપુત કરણી સેના પાછીપાની નહી કરે તેવુ અંતમાં જણાવ્યુ છે.

રાજ્યની સતાધારી પક્ષનાં ધારાસભ્ય તથા સંસદસભ્ય દ્વારા પોલીસ પર રૂપીયા મંગાવાયાના આક્ષેપ સાથે ગૃહમંત્રીને લખેલા લેટરને પગલે રાજકોટ સહીત રાજયભરમાં ચક્ચાર મચી જવા પામી છે. અને રાજકોટ શહેર પોલીસ સામે રોજ બરોજ આક્ષેપ સાથે ઘટનાઓ સામે આવી રહી છે.

Other News : રાજ્યમાં બાલમંદિર, પ્રિ-સ્કુલો અને આંગણવાડી શરૂ કરવા અંગે શિક્ષણમંત્રી વાઘાણીનું મહત્ત્વનું નિવેદન

Related posts

સીએમ રૂપાણી આજથી ૩ દિવસ રશિયાના પ્રવાસે, હિરા ઉદ્યોગના વિકાસ માટે ૨ એમઓયુ કરાશે…

Charotar Sandesh

ભારે વરસાદના પગલે રાજ્યના ૯૪ ડેમ હાઈએલર્ટ અને ૭૪ ડેમ વોર્નિંગ ઉપર…

Charotar Sandesh

સુરતમાં તહેવાર બાદ કોરોનાએ ફરી માથું ઉંચક્યું : એક જ પરિવારના ૭ સભ્યો સંક્રમિત થતાં તંત્ર દોડતું થયું

Charotar Sandesh