Charotar Sandesh
વર્લ્ડ

નાસા દ્વારા સૌથી શક્તિશાળી ટેલિસ્કોપ લોન્ચ કરવામાં આવ્યું

ટેલિસ્કોપ લોન્ચ

આ જેમ્સ વેબ સ્પેસ એલિયનની શોધ કરશે

USA : અમેરિકાના ઈતિહાસનો સૌથી મોટો ઈન્ટરનેશનલ સ્પેસ સાયન્સ પ્રોજેક્ટ છે. જેનું નામ નાસાના બીજા હેડ ’જેમ્સ વેબ’ના નામે રાખવામાં આવ્યું છે.નાસાએ આ ટેલિસ્કોપમાં સમયની સાથે અનેક એડવાન્સ ટેક્નોલોજી જોડી છે. તેનાથી બ્રહ્માંડના અનેક રહસ્યો સામે આવી શકે છે. જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપને હબ્બલ ટેલિસ્કોપનો ઉત્તરાધિકારી માનવામાં આવે છે.

બીજા શબ્દોમાં કહીએ તો આ હબ્બલ ટેલિસ્કોપની જગ્યા લેશે. નાસાએ એપ્રિલ ૧૯૯૦માં પોતાના પ્રથમ અંતરિક્ષ ટેલિસ્કોપ હબલને અંતરિક્ષમાં સ્થાપિત કર્યો હતો. આ ટેલિસ્કોપની મદદથી જ બ્રહ્માંડની વય ૧૩થી ૧૪ અબજ વર્ષ જેટલી આંકવામાં આવી હતી.

૬ મહિના અગાઉ હબ્બલ સ્પેસ ટેલિસ્કોપે અચાનક કામ કરવાનું બંધ કરી દીધું હતું.

હવે જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ તેની ભરપાઈ કરશે.ટેલિસ્કોપના ઓપ્ટિક્સ પર સોનાની પાતળી લેયર ચઢાવવામાં આવી છે. આ લેયર ઈન્ફ્રારેડ લાઈટને ડિફલેક્ટર કરશે, તેનાથી ટેલિસ્કોપ ઠંડો રહેશે. કેમેરાના સૂરજની હીટથી બચાવવા માટે તેમાં ટેનિસ કોર્ટના આકારની ૫ લેયરવાળી સનશીલ્ડ લગાડવામાં આવી છે. ટેલિસ્કોપનો વ્યાસ ૨૧ મીટર છે.

નાસાના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપને ૨૫ ડિસેમ્બરે એરિયન રોકેટની મદદથી ફ્રેન્ચ ગુયાના સ્થિત લોન્ચિંગ બેઝ પરથી લોન્ચ કરવામાં આવ્યું. આ ટેલિસ્કોપને નાસા, યુરોપિયન સ્પેસ એજન્સી અને કેનેડિયન સ્પેસ એજન્સીએ તૈયાર કર્યું છે.

આ ટેલિસ્કોપને તૈયાર કરવામાં લગભગ ૭૫ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ દુનિયાનું સૌથી શક્તિશાળી ટેલિસ્કોપ છે. જેની ક્ષમતાનું અનુમાન તે વાતથી કરી શકાય છે કે તે અંતરિક્ષ પરથી પૃથ્વી પર ઉડતા પંખીઓને પણ સહેલાઈથી ડિટેક્ટ કરી શકે છે.

૧૯૯૦માં મોકલવામાં આવેલા હબ્બલ ટેલિસ્કોપની તુલનાએ આ ૧૦૦ ગણો વધુ શક્તિશાળી છે. તેની મદદથી બ્રહ્માંડની શરૂઆતી કાળમાં બનેલા ગેલેક્સી, ઉલ્કાપિંડ અને ગ્રહની ભાળ મેળવી શકાશે. આ ટેલિસ્કોપ બ્રહ્માંડના રહસ્યોને ઉજાગર કરવાની સાથે જ એલિયન છે કે નહીં તેની પણ શોધ કરશે. આ ટેલિસ્કોપની મદદથી વૈજ્ઞાનિક બ્રહ્માંડના અનેક વણઉકેલ્યા રહસ્યો પરથી પડદો ઉઠાવવાના પ્રયાસ કરશે.

Other News : દેશમાં ટૂંક સમયમાં જ આ નવી વેક્સિન લોન્ચ કરાશે : વડાપ્રધાન મોદીએ કરી જાહેરાત

Related posts

બેરોજગારીના માહોલ વચ્ચે એમેઝોન ૭૫ હજાર લોકોને નોકરી આપશે…

Charotar Sandesh

મસૂદ પર બેનને ભારતમાં ચૂંટણી પૂર્ણ થાય ત્યાં સુધી અટકાવવા માગતા હતા ચીન અને પાક.

Charotar Sandesh

એવેન્જર્સ એન્ડગેમ જોવા ઘેરથી ટીશ્યુ પેપર્સ લઇને આવજો : ડાયરેક્ટર

Charotar Sandesh