Charotar Sandesh
આર્ટિકલ

પ્રાચીન સંસ્કૃતિ ધરાવતા ભારતમાં વર્તમાન શિક્ષણમાં પ્રાચીન શિક્ષણ પ્રણાલીના મૂલ્યોલક્ષી શિક્ષણની આવશ્યકતા !!

વર્તમાન શિક્ષણમાં પ્રાચીન શિક્ષણ

વર્તમાન શિક્ષણ પ્રણાલીમા -મૂલ્યો લક્ષી શિક્ષણ ની આવશ્યકતા

વિશ્વની પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ ભારત છે. ભારત તેની ભવ્યતા અને દિવ્યતાના કારણે વિશ્વભરમાં જાણીતો દેશ છે. જ્યાં સંસ્કૃતિની ઉષા પ્રગતિ હોય તે દેશની સભ્યતા અને સંસ્કાર ઉત્તમ કોટિના જ હોય, આ દેશ વિશ્વને રાહ બતાવનાર દેશ છે. આ દેશમાં જન્મ લેવો એ ગૌરવની ધન્ય ઘડી સમજુ છું.

ઈશ્વરના અપાર આશીર્વાદના ફલસ્વરૂપે ભારત દેશમાં અવતાર પ્રાપ્ત થયો છે

પ્રાચીન સમયગાળા દરમિયાન ભારતમાં 72 હજારથી વધારે ગુરુકુલ હતા. ત્યાં ગુરુના સાંનિધ્યમાં જ રાજા હોય કે આમ પ્રજાના લોકોને ઉચ્ચકક્ષાનું ઉત્તમ શિક્ષણ, સંસ્કાર, સમાજ નિર્માણ, રાષ્ટ્રનિર્માણ, જનસેવા ભાતૃભાવના, ધર્મ સેવા અને માનવ ધર્મ દ્વારા સમાજના તમામ લોકો સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે. સહકારથી પારિવારિક ભાવના પ્રસ્થાપિત કરે વસુદેવ કુટુંબની ભાવના જન-જનમાં ઊભી થાય તેવુ અસરકારક શિક્ષણ આપવામાં આવતું.

આપણા ભવ્ય દેશ સંસ્કૃતિ ના કારણે વિશ્વ ફલક ઉપર આજે સંસ્કૃતિ અને માનવતાનો ઝંડો ફરકી રહ્યો છે.ભારતની આ ભવ્ય ભૂમિમાં પૂજ્ય સ્વામી વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી, મહર્ષિ અરવિંદ, વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી, સંતો અને મહાત્માઓના આધ્યાત્મિક વારસાના કારણે આ દેશમાં શિક્ષણ દ્વારા સમાજ સુધારણા ના કાર્યો થઇ રહ્યા છે.

એકવીસમી સદી જ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે. પરંતુ મૂલ્યલક્ષી શિક્ષણ નહીં આવે ત્યાં સુધી દુનિયાની કોઈ ટેકનોલોજી સફળ નીવડશે નહીં. સ્વામી વિવેકાનંદના આદર્શો અને કેળવણીને નવી યુવા પેઢી આત્મસાત કરવાની જરૂર છે. શિક્ષણનું મૂળ કાર્ય “ચારિત્રમય સમાજ નિર્માણ કરવાનું છે.” સમાજમાંથી બદીઓ દૂર કરવા માટે મૂલ્ય શિક્ષણ દ્વારા સફળતા પ્રાપ્ત કરી શકાય છે. જેમકે એક આઇ.એ.એસ અધિકારી અબજોનો ભ્રષ્ટાચાર કરે છે. તે તો ભણેલો અને ગણેલો છે. પરંતુ તેની પાસે મૂલ્ય અને સંસ્કાર બંનેના અભાવના કારણે તે ભ્રષ્ટાચાર કરે છે. જ્યારે અભણ અથવા તો ગરીબ માણસ રસ્તામાંથી મળેલા રૂપિયા કે દાગીના મૂળ વ્યક્તિ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. તેની પાસે શિક્ષણ ન હોવા છતાં મૂલ્યોનું મહત્વ અને સત્યનો સંગાથ હોવાથી તે નૈતિકતાનો માર્ગ પસંદ કરે છે. આચરે તે આચરણ હોવું જોઈએ. આવું શિક્ષણ સમાજને ઉન્નતિના માર્ગે લઈ જાય છે.

આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના વડપણ હેઠળ દેશ પ્રગતિના માર્ગે જઈ રહ્યો છે. હિન્દુસ્તાનની પ્રજા ખમીરવંતી છે તેને યોગ્ય નેતૃત્વની જરૂર હોવાથી તે હાલ પૂરતું મળી રહ્યું છે. દયાનંદ સરસ્વતીનું સૂત્ર “વેદ તરફ પાછા ફરો”આપણા આધ્યાત્મિક ગ્રંથો મૂલ્યોના મહાન ગ્રંથો છે. ગાંધીજીના અગિયાર વ્રતો જીવનમાં સ્વીકારી લેવામાં આવે તો ક્યારે પણ વેદના આવી શકે નહીં. શિક્ષણનું મુખ્ય કાર્ય સમાજ નિર્માણ કરવાનું છે. શિક્ષણના પ્રકાશથી સમાજમાં પડેલી અંધશ્રદ્ધા, વ્યભિચારના દુષણ દૂર કરવાના છે.

કળિયુગમાં સંગઠનમાં શક્તિ રહેલી છે. માતૃભૂમિની રક્ષા કરવા માટે સંગઠન ખુબ જરૂરી છે. અનેકતામાં એકતા એ આપણી સંસ્કૃતિની ધરોહર છે. મૂલ્યોને વાગોળવા ના હોય તે પ્રમાણે જીવનને વ્યકિત કરવાનું થાય ત્યારે તેનું મૂલ્ય સમજાય છે .આ દેશમાં સત્ય અને અહિંસા અદભુત મૂલ્ય છે. વિશ્વમાં સૌપ્રથમ સંસ્કૃતિની ઉષા આ દેશમાં પ્રગટી હતી ત્યારે કેટલાક અમીચંદ આ દેશનું ખાઈને આ દેશનું ઘોર ખોદનારા ગદ્દારો ઓછા નથી. આ દેશની અસ્મિતાને મૂલ્ય શિક્ષણ દ્વારા ઉજાગર કરવી પડશે.

રાષ્ટ્ર નિર્માણ માટે સમાજ સંગઠનની જરૂર પડે માતૃભૂમિ અને સમાજના ઉત્તમ કાર્યો કરવા માટે પ્રજાના સહકાર વિના કશું જ કાર્ય થઈ શકતું નથી. આ દેશની મૂલ્યવાન સંસ્કૃતિઓ તેના કાર્યો આપણને પ્રેરણા આપે છે. હું મેરા દેશને ઝુકવા નહીં દઈશ.બસ આનું મહત્વ સમજી જાય તો ભારત વિશ્વની મહાસત્તા અને પ્રેરણામૂર્તિ દેશ બનશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં બુનિયાદી શિક્ષણ અને કૌશલ્યવર્ધક પદ્ધતિઓ સ્વીકારવામાં આવી છે.

ગાંધીજીના બુનિયાદી શિક્ષણ વિના શિક્ષણનો વિકાસ કરવો અશક્ય છે. ઇસરોના વડા કસ્તુરી નાથન ના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તૈયાર કરવામાં આવી છે. તેનો અમલ મૂલ્ય શિક્ષણ દ્વારા થશે જેથી બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ તેની કૌશલ્ય દ્વારા વ્યક્ત કરવામાં આવશે.

  • સંકલન :- રાણા ભગીરથસિંહ કરણસિંહ
  • મદદનીશ શિક્ષક શ્રી કે. એમ. એસ.હાઇસ્કૂલ -મોટી માલવણ, તાલુકો- ધ્રાંગધ્રા, જિ.સુરેન્દ્રનગર-363001
  • જિલ્લા અધ્યક્ષ- અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (માધ્યમિક ગ્રાન્ટેડ વિભાગ)- સુરેન્દ્રનગર

You May Also Like : સરકારે વ્યાજખોરો પર લગામ નાથવા માટે વિધાનસભામાં બિલ પાસ કરવું જોઈએ ??

Related posts

Article : વરસાદની ભાષા સમજતો માણસ જીવનમાં ક્યારેય ભૂલો પડતો નથી

Charotar Sandesh

ધાર્મિક માન્યતા મુજબ સૂર્યનું ઉત્તર દીશા તરફ પ્રયાણ એટલે ઉત્તરાયણ…

Charotar Sandesh

ત્રીજી લહેરની ચેતવણી વચ્ચે દેશમાં કોરોના કેસોમાં થઈ રહેલો વધારો ક્યાં લઈ જશે ?

Charotar Sandesh