ન્યુ દિલ્હી : એનડીએના ઉમેદવાર શ્રી જગદીપ ધનખડ દેશના ૧૪મા ઉપરાષ્ટ્રપતિ બન્યા છે, શ્રી જગદીપ ધનખડને ૫૨૮ મત મળ્યા છે, બીજી તરફ વિપક્ષના ઉમેદવાર માર્ગરેટ અલ્વાને ૧૮૨ મત મળેલ છે, જ્યારે ૧૫ જેટલા મત રદ્દ કરાયા છે.
આ ઉપરાષ્ટ્રપતિ પદની ચુંટણીમાં એનડીએ તરફથી જગદીપ ધનખડ તેમજ વિપક્ષ તરફથી માર્ગરેટ અલ્વા ઉમેદવાર હતા
TMCએ તેના ૩૬ જેટલા સાંસદોને મતદાનથી દૂર રહેવા માટે જણાવેલ હતું, તેમ છતાં TMC સાંસદ શિશિર અધિકારી તથા દિવ્યેન્દ્ર અધિકારીએ મમતાના નિર્ણય સામે મતદાન કરેલ હતુ.
વધુમાં, ૧૮ મે ૧૯૫૧ ના રોજ રાજસ્થાનના ઝુંઝુનુમાં જન્મેલા જગદીશ ધનખડ જાણીતા વકીલ પણ છે, તેઓ સુપ્રીમ કોર્ટના વરીષ્ઠ અધિવક્તા છે તથા રાજસ્થાન હાઈકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ પણ રહી ચુક્યા છે.
Other News : વડોદરા મહાનગરપાલિકા હસ્તકના બીલ ગામ સહિત આજુબાજુના વિસ્તારોમાં રખડતી ગાયોનો વધતો ત્રાસ !