Charotar Sandesh
ઈન્ડિયા

કરોડોના દેવામાં ડુબેલ એર ઇન્ડિયાને ખરીદવા આ બે કંપનીઓ મેદાનમાં આવી

એર ઇન્ડિયા

નવી દિલ્હી : એર ઇન્ડિયા હાલ રુ. ૬૦,૦૭૪ કરોડના જંગી દેવાના ડુંગર હેઠળ દબાયેલી છે. જો કે એર ઇન્ડિયા ખરીદનાર કંપનીને તો રુ. ૨૩,૨૮૬ કરોડનું દેવું બરવું પડશે જ્યારે બાકીનું દેવું એર ઇન્ડિયા એસેટ હોલ્ડિંગ લિમિટેડ કંપનીને તબદીલ કરી આપવામાં આવશે.

દેશની સૌથી જૂની એવી એર ઇન્ડિયા ખરીદવા માટે ટાટા જૂથ અને સ્પાઇસ જેટ તૈયાર

યાદ રહે કે ૨૦૦૭માં જ્યારે ઇન્ડિયન એરલાઇન્સ અને એર ઇન્ડિયાનું મર્જર કરાયું ત્યારથી એર ઇન્ડિયાએ ખોટ કરવાની શરુઆત કરી દીધી હતી. અત્રે સંજોગ એવો સર્જાયો છે કે ૧૯૩૨માં ટાટા ગ્રુપે જ એર ઇન્ડિયાની સ્થાપના કરી હતી, પરંતુ તે સમયે તે એક ખાનગી કંપનીનો દરજ્જો ધરાવતી હતી, હવે તેને ખરીદવા ફરીથી ટાટા ગ્રુપે જ સૌથી વધુ રસ દાખવ્યો છે.

ભારત સરકારે બુધવારે કહ્યું હતું કે દેશની સૌથી જૂની એવી એર ઇન્ડિયા ખરીદવા માટે ટાટા જૂથ અને સ્પાઇસ જેટ સહિત તેને અન્ય ઘણી કંપનીઓ તરફથી બીડ મળી ગઇ છે. દરમ્યાન ટાટા ગૂ્રપના પ્રવક્તાએ પણ પીટીઆઇ સમાચાર સંસ્થાને કહ્યું હતું કે એર ઇન્ડિયાને ખરીદવા માટે તેમના ગ્રુપે પણ સરકારને પોતાની બીડ મોકલી આપી છે. સ્પાઇસ જેટના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અજય સિંઘે પમ કહ્યું હતું કે તેમણે એર ઇન્ડિયાને ખરીદવા તેમની ફાઇનાન્સિયલ બીડ સરકારને પહોંચાડી દીધી છે. એર ઇન્ડિયાના ડિસઇન્વેસ્ટમેન્ટ માટે ટ્રાન્ઝેક્શન એેડવાઇઝરને ફાઇનાન્સિયલ બીડ મળી ગઇ છે, તેથી હવે એર ઇન્ડિયાના ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા અંતિમ નિષ્કર્ષ તરફ આગળ વધી શકશે એમ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (દિપમ)મા સચિવ તુહિનકાંતા પાંડેએ પોતાના ટિ્‌વટર હેન્ડલ ઉપર ટિ્‌વટ કરીને કહ્યું હતું.

સરકાર એર ઇન્ડિયાનો ૧૦૦ ટકા હિસ્સો વેચી દેવા ઇચ્છે છે, જેમાં તેની સંપૂર્ણ માલિકીની એર ઇન્ડિયા એક્સપ્રેસની ૧૦૦ ટકા માલિકીનો પણ સમાવેશ થઇ જાય છે. તે ઉપરાંત એર ઇન્ડિયા સેટ્‌સ એરપોર્ટ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો ૫૦ ટકા હિસ્સો પણ વેચી દેવામાં આવશે.

Other News : RBI Alert : કેવાયસીના નામે ફોન સામે સાવચેત રહો : આરબીઆઇએ આપી સલાહ

Related posts

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને કરાયા એમ્સ હોસ્પિટલ શિફ્ટ, હાલત સ્થિર…

Charotar Sandesh

વેક્સીનના રો મટિરિયલની સાથે ભારતે અમેરિકા પાસે બીજી સાત વસ્તુઓ પણ માંગી…

Charotar Sandesh

કોરોના મહાસંક્ટ : ૨૪ કલાકમાં અધધ ૬૫ હજાર નવા કેસો ઉમેરાયા, ૮૭૫ના મોત…

Charotar Sandesh