Charotar Sandesh
ગુજરાત

મીની લોકડાઉન લાવી આ ત્રીજી લહેરની ચેઈન તોડી શકાશે : કોંગ્રેસની રાજ્ય સરકારને સલાહ

કોરોનાના કેસ

પાંચ દિવસનું કડક લોકડાઉન લાવવું જોઈએ

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના નેતા સિધ્ધાર્થ પટેલે કહ્યું હતું કે, સરકાર કોરોનાના કેસ અને મોતના આંકડાઓ છુપાવી રહી છે. આ બાબત દેશ અને રાજ્યના લોકો સામે ખૂલ્લી પડી છે. સરકારે જ્યારે જે જે તબક્કે નિર્ણય લેવાના હતા તેમાં પાછી પડી છે. કોરોનાની શરૂઆતમાં ટ્રમ્પનો કાર્યક્રમ અને મેચો રમાડવામાં આવી અને કોરોના વધ્યો હતો. સરકાર અને દેશની સરકાર ચિંતા કર્યા વગર આગળ વધે છે. અમે ૨૬ ડિસેમ્બરે કહ્યું કે વાઇબ્રન્ટ બંધ કરો પણ ૧૦ દિવસ પછી ખબર પડી અને બંધ કર્યો.

તેમણે કહ્યું હતું કે, સરકારે ડબ્લ્યુએચઓની ચેતવણી પણ ન સાંભળી આજે સમગ્ર દેશમાં ૪.૩૦ લાખ કેસો છે.ગુજરાતમાં કોરોનાના ક્યારેય આટલા કેસો આવ્યા નથી. ગઇકાલે ૨૫ હજારની નજીક આંકડો પહોંચી ગયો છે. કોરોના હાલમાં હળવો છે. પરંતુ જ્યારે લોકો અસરગ્રસ્ત થાય ત્યારે તેની અસર ના થાય તેવું નથી. હજી આ આંકડો વધશે.

ુજરાતમાં હવે કોરોનાની લહેર નહીં પણ સુનામી આવી ચૂકી છે. સતત ત્રણ દિવસથી ઓલટાઈમ હાઈ કેસ નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં ત્રણેય લહેરમાં પહેલીવાર ૨૪ હજાર ૪૮૫ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાનો દાવાનળ ફાટ્યો હોય તેમ ૨૫ હજાર જેટલા રાજ્યમાં અને ૧૦ હજાર જેટલા કેસ અમદાવાદમાં નોંધાયા છે.

છેલ્લા ૨૪ કલાકમાં ૧૩ દર્દીઓના મોત થયા છે. ત્યારે કોંગ્રેસે સરકાર પર આક્ષેપ કર્યો છે કે કોરોનાની ગંભીર મહામારીમાં સરકાર પ્રથમ દિવસથી જ ગંભીર નથી. દેશની સરકાર પણ ગંભીર નથી.ત્રીજી લહેરમાં મોત વધ્યા નથી પરંતુ હવે બે આંકડામાં મોત નોંધાઈ રહ્યાં છે. હવે ત્રીજી લહેરની ચેઈન તોડવી પડે. આ માટે સરકાર પાસે તક છે. પાંચ દિવસની રજા જાહેર કરીને સરકાર કડક નિયંત્રણો લાવે તો ત્રીજી લહેરની ચેઈન તોડી શકાય છે.

Other News : કારમાં ગીત પર ઝૂમતા વર્દીધારી પોલીસકર્મીઓનો વિડીયો વાયરલ થયા બાદ ૩ કર્મીઓને સસ્પેન્ડ કરાયા

Related posts

ચિંતાજનક : ગુજરાતમાં ટીબી કરતા એઇડ્‌સના દર્દીઓની સંખ્યા વધુ…

Charotar Sandesh

રાજ્યમાં 165 કેસોમાંથી 100 લોકલ ટ્રાન્સમિશન, આજના તમામ કેસની લોકલ ટ્રાવેલ હિસ્ટ્રી : જયંતિ રવિ

Charotar Sandesh

કોરોનાને પગલે ગુજરાત યુનિની જુલાઈમાં લેવાનારી પરીક્ષાઓ રખાઈ મોકૂફ…

Charotar Sandesh