Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આજે તા. ૯મીના રોજ NS સર્કલથી સામરખા ચોકડી તરફ પસાર થતા વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ

મુસ્લિમ સમાજ દ્વારા તાજિયા

બપોરના ર થી સાંજના ૬ કલાક દરમિયાન આ માર્ગ ઉપરથી પસાર થતા વાહન ચાલકોએ વૈકલ્પિક માર્ગ ઉપરથી પસાર થવાનું રહેશે

તહેવારની ઉજવણી અંતર્ગત મુસ્લિમ સમાજ દ્વારા તાજિયા કાઢવામાં આવતાં હોય છે

આણંદ : આણંદ ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં આજે તા. ૯/૮/૨૦૨૨ના રોજ મહોરમ-તાજિયાના તહેવારની ઉજવણી કરવામાં આવનાર છે.

આ તહેવારની ઉજવણી અંતર્ગત મુસ્લિમ સમાજ દ્વારા તાજિયા કાઢવામાં આવતાંહોય છે જે તાજિયા સામરખા ઓવરબ્રિજ થઇ ગોયા તળાવ ખાતે જતા હોઇ આ સમયગાળા દરમિયાન ટ્રાફિક નિયમન જળવાઇ રહે તે હેતુસર આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી કેતકી વ્યાસે તેમને મળેલ સત્તાની રૂઇએ આજે તા. ૯/૮/૨૦૨૨ના રોજ બપોરના ૨-૦૦ કલાકથી સાંજના ૬-૦૦ કલાક સુધી એન.એસ. સર્કલ થી સામરખા ચોકડી તરફ પસાર થતાં વાહનોની અવર-જવર કરવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવેલ છે.

આ પ્રતિબંધ ફરમાવવામાં આવેલ આ રસ્તા ઉપરથી પસાર થતા વાહન ચાલકો માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવી છે. જે અનુસાર વાહન ચાલકો એન.એસ.સર્કલ થી સામરખા ચોકડી તરફ જતા વાહનો આણંદ બસ સ્ટેન્ડ, ગણેશ ચોકડી, ચિખોદ્રા ોચકડી થઇ સારખા ચોકડી તરફ જયારે સામરખા ચોકડી થી આણંદમાં પ્રવેશતા વાહનો સામરખા ચોકડીથી ચિખોદ્રા ચોકડી, ગણેશ ચોકડી થઇ આણંદમાં પ્રવેશી શકશે. આ હુકમ અનુસાર હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે. 

Other News : વડતાલ સંસ્થાની પર્યાવરણ જતન માટે નવતર પહેલ : મંદિર દ્વારા પાંચ હજાર છ સો આંબા કલમોનું વિતરણ

Related posts

CM ભૂપેન્દ્ર પટેલે બોરસદ તાલુકામાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતીની સંપૂર્ણ વિગતો મેળવી

Charotar Sandesh

બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ખાતે “કંટેનર્સ, કુબેરનેટ્સ એન્ડ ઓપન શિફ્ટ” વિષય પર નેશનલ વર્કશોપ યોજાયો…

Charotar Sandesh

યુક્રેનમાં અભ્યાસ કરતા આણંદના બે વિદ્યાર્થીઓ સાંસદ મિતેષભાઈ પટેલની રાહબરી હેઠળ પરત આવશે

Charotar Sandesh