ટોક્યો : વર્લ્ડ નંબર વન આર્ચર દીપિકા કુમારીએ શુક્રવારે વ્યક્તિ ગત મહિલા વર્ગના રેન્કિંગ રાઉન્ડમાં ભાગ લીધો અને નવમાં સ્થાન પર રહી. દીપિકા કુમારી પાસેથી સારા ખેલ પ્રદર્શનની આશા હતી. દીપિકા દેશ માટે મેડલ લાવવા માટેની પ્રબળ દાવેદાર છે. આ રમત પહેલા વર્લ્ડ કપમાં તેમના પ્રદર્શન બાદ આશાઓ વધી ગઇ હતી. ઓલિમ્પિક પહેલા થયેલા વર્લ્ડ કપમાં તેમણે ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા હતા. તેઓ નંબર વન તરીકે આ રમતમાં ઉતરી છે.
આર્ચરીમાં સૌથી પહેલો રાઉન્ડ રેન્કિંગ રાઉન્ડ હોય છે.
આ રાઉન્ડમાં તમામ ૬૪ ખેલાડીઓ ૧૨ રાઉન્ડમાં નિશાના લગાવે છે. દરેક રાઉન્ડમાં તેમને છ તીર ચલાવવાનો મોકો આપવામાં આવે છે. ૧૨ રાઉન્ડના અંતે કુલ સ્કોરના આધારે ખેલાડીઓને ૧થી૬૪ રેન્ક આપવામાં આવે છે. આ રેન્કિંગના આધાર પર પહેલા સ્થાન પર રહેલો ખેલાડી ૬૪માં સ્થાનવાળા ખેલાડીનો સામનો કરે છે.
દીપિકાએ ૧૨ રાઉન્ડમાં ૬૬૩ અંક મેળવ્યા છે. પહેલા હાફમાં ૩૩૪ અંક સાથે તે ૬૪માં સ્થાન પર હતી.ત્યારબાદ બીજા હાફમાં ત્રણ રાઉન્ડમાં ૭નો સ્કોર તેમને ભારે પડી ગયો. જે કારણે તે નવમાં સ્થાન પર રહી. દીપિકાએ ૧૩ ઠ (પરફેક્ટ સ્કોર) મેળવ્યો. જો કે તેમ છતાં તે ટૉપ ૫માં જગ્યા ન મેળવી શકી. દીપિકાનો મુકાબલો હવે ૫૬માં સ્થાન પર આવનારી ભૂતાનની ખેલાડી સાથે થશે.ભૂતાનની કરમાએ ૬૧૩ અંક મેળવ્યા હતા.
એકવાર ફરી રેન્કિંગ રાઉન્ડમાં કોરિયાએ દબદબો દેખાડ્યો ટૉપ થ્રી પર કોરિયાની ત્રણ ખેલાડીઓનો કબ્જો રહ્યો. પહેલા સ્થાન પર રહેનારી એન સાને ૬૮૦ અંક મેળવ્યા અને ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો. આપને જણાવી દઇએ કે રેન્કિંગ રાઉન્ડમાં સૌથી વધારે સ્કોર મેળવવાનો રેકોર્ડ યૂક્રેનની હેરાસિમેંકો લિનાના નામે હતો. લિનાએ ૧૯૯૬માં એટલાંટા ઓલિમ્પિકમાં રેન્કિંગ રાઉન્ડમાં ૬૭૩ અંક મેળવ્યા હતા.
Other News : કોરોનાને હરાવી રિષભ પંત ટીમ ઈન્ડિયામાં પાછો ફર્યો