Charotar Sandesh
ગુજરાત

સોશિયલ મિડીયામાં લોભામણી જાહેરાતથી છેતરાયો વેપારી : કાજૂની ખરીદી ૧૪.૫૦ લાખમાં પડી ! જુઓ વિગત

કાજૂની ખરીદી

અમદાવાદ : આજકાલ ઓનલાઈન છેતરપીંડીનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે લોકોને જાગૃત કરવામાં પણ આવી રહ્યા છે. હવે સોશિયલ મીડિયાના માધ્યમથી કેટલાક લેભાગુ લોકો સક્રિય થયા છે અને લોકોને પોતાની જાળમાં ફસાવી તેમની સાથે છેતરપિંડી કરી રહયા છે.
આવો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે.,જેમાં સોશીયલ મીડીયા પ્લેટફોર્મ ઉપર ડ્રાયફુટ વેચવાની જાહેરાત મુકી ઓર્ડર પેટે એડવાન્સમાં રૂ.૧૪,૫૮,૪૯૦ મેળવી છેતરપીંડી કરનાર આરોપીને સાઇબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, એક અજાણ્યા મોબાઈલ નંબર. ૯૯૦૪૮૮૧૮૭૯ ઉપરથી સુધીરભાઇ તરીકેની ખોટી ઓળખાણ આપી આ કામના ફરીયાદીને કાજુ એલ.બલ્યુ.પી. એટલે કાજુના ટુકડા માર્કેટ ભાવ કરતા ઓછા ભાવમાં આપવાની લોભામણી લલચામણી વાતો કરી હતી. જેથી ફરિયાદીએ શરૂઆતના સમયે બે ડબ્બા મંગાવ્યા હતા.

બાદમાં તેઓએ ટુકડે ટુકડે ૩૫૪ ડબ્બા ૩,૫૪૦ કીલોનો ઓર્ડર આપ્યો અને તે ઓર્ડર પેટે તેઓએ ટુકડે ટુકડે કુલ રૂ.૧૪,૫૮,૪૯૦ તેમના રામદેવ ડ્રાયફ્રુટના નામના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. જો કે રૂપિયા મળ્યા બાદ પણ સુધીરે માલ મોકલાવ્યો ન હતો. સુધીર દ્વારા અવારનવાર બહાના કાઢી તેમને કાજુની ડિલિવરી કરતો ન હતો.

બાદમાં આ અંગે સાયબર ક્રાઈમમાં ફરિયાદીએ ફરિયાદ નોંધાવતા તેઓએ તપાસ શરૂ કરી હતી

દરમિયાન સાઈબરક્રાઇમ દ્વારા અમદાવાદથી સુધીરની ધરપકફ કરવામાં આવી હતી. જો કે પોલીસ પૂછપરછમાં એક ચોંકાવનારી વાત બહાર આવી હતી. જેમાં સુધીરનું નામ ખોટું હોવાનું બહાર આવ્યું હતું. તેનું ખરું નામ દિપેશ કિશોરભાઇ મકવાણા હોવાનું બહાર આવ્યું હતું. હાલ તો પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Other News : જમીન સંપાદનને કારણે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વિલંબ : જુઓ અત્યાર સુધી કેટલા રૂપિયા ચુકવાયા

Related posts

પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ મુદ્દે કોંગ્રેસે સમગ્ર રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કર્યું…

Charotar Sandesh

શક્તિસિંહ અથવા ભરતસિંહ બંનેમાંથી એક લીલા તોરણે પાછા ફરશે તે નક્કી…

Charotar Sandesh

મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂનો વપરાશ સૌથી વધુ : રાજસ્થાન મુખ્યમંત્રી ગેહલોત

Charotar Sandesh