Charotar Sandesh
બોલિવૂડ

ટીવી ઈન્ડસ્ટ્રી આઘાતમાં : બિગ બોસ વિનર સિદ્ધાર્થ શુક્લાનું ૪૦ વર્ષની ઉંમરે હાર્ટ-અટેકથી મૃત્યુ

સિદ્ધાર્થ શુક્લા હાર્ટ-અટેક

સિદ્ધાર્થ શુક્લા (sidharth shukla) ટીવી ઇન્ડસ્ટ્રીનું મોટું નામ છે. તેણે ‘બિગ બોસ ૧૩’ની સીઝન જીતી હતી

કૂપર હોસ્પિટલમાં સિદ્ધાર્થનું પોસ્ટમોર્ટમ કરાયું : પોલિસે તપાસ હાથ ધરી

સિદ્ધાર્થ શુક્લાએ રાત્રે સૂતા પહેલાં શેની દવાઓ લીધી હતી? દવાઓ જ આ ટેલેન્ટેડ એક્ટરને ભરખી ગઈ? મોતનું રહસ્ય ઘેરાયું

મુંબઈ : ટીવી ઈન્ડસ્ટ્રી માટે માઠા સમાચાર સામેે આવ્યા છે, જેમાં ૪૦ વર્ષીય ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લાનું આજે (૨ સપ્ટેમ્બર)ના રોજ હાર્ટ-અટેકને કારણે અવસાન થયું છે. સિદ્ધાર્થ શુક્લા (sidharth shukla) ‘બિગ બોસ ૧૩’ને કારણે લોકપ્રિય થયો હતો. સિદ્ધાર્થને મુંબઈની કૂપર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને હોસ્પિટલે તેના મૃત્યુની પુષ્ટિ આપી હતી. કૂપર હોસ્પિટલમાં સિદ્ધાર્થનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સિદ્ધાર્થના મોતનું અસલી કારણ ખબર પડશે. ઓશીવાર પોલીસ સિદ્ધાર્થ શુક્લના ઘરે ગઈ હતી. મુંબઈ પોલીસે નિવેદન આપ્યું હતું કે સિદ્ધાર્થના મોતમાં કંઈ ગડબડી થઈ હોવા તેવા ઇનપુટ મળ્યા નથી. હાલમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

સિદ્ધાર્થ શુક્લા (sidharth shukla) ટીવી ઇન્ડસ્ટ્રીનું મોટું નામ છે. તેણે ‘બિગ બોસ ૧૩’ની સીઝન જીતી હતી. આ ઉપરાંત તેણે ’ખતરો કે ખિલાડી ૭’ શો જીત્યો હતો. સિરિયલ ’બાલિકા વધૂ’ને કારણે સિદ્ધાર્થ ઘેર-ઘેર લોકપ્રિય થયો હતો.

Other News : મૌની રોયની ’ઉપ્સ મોમેન્ટ’ : યુઝર્સે કહ્યું- આવા કપડાં જ કેમ પહેરે છે?

Related posts

સુષ્મિતા સેનની ‘આર્યા’ બેસ્ટ ડ્રામા સિરીઝ માટે નોમિનેટ થઈ

Charotar Sandesh

કાર્તિક આર્યને ૪.૫ કરોડની લેમ્બોર્ગિની યુરુસ ઈટાલીથી મગાવી…

Charotar Sandesh

ટાઈગર શ્રોફ તથા દિશા પટનીની વિરુદ્ધ મુંબઈ પોલીસે FIR દાખલ કરી, માતા આયેશા ભડકી

Charotar Sandesh