Anand : આણંદથી અમેરિકાનું હવાલા કૌભાંડ સામે આવ્યું છે. અમેરિકામાં રહેતા લોકો પાસેથી પૈસા પડાવવાનું કૌભાંડ (crime) બહાર આવ્યું છે. આણંદથી સમગ્ર કૌભાંડનું સંચાલન થતું હતું. ડાર્ક વેબ થકી સિનિયર સિટીઝનોને ધમકાવીને ડોલર પડાવવામાં (crime) આવતા હતા. બાકરોલ અને વલાસણના બે લોકો પાસે કરોડ કરતા વધુ રકમનો ટોળકીએ હવાલો પડાવ્યો હતો.
સમગ્ર કૌભાંડમાં 9 શસ્ખોની ટોળકી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે
સમગ્ર કૌભાંડ (crime) માં પામોલનો કુખ્યાત જૈમીન ઉર્ફે પપ્પુ રબારી અને મિહિર નામનો શખ્સ મુખ્ય સૂત્રધાર હોવાની શંકા છે. સમગ્ર કૌભાંડમાં જૈમીન રબારી, મિહિર દેસાઈ, રિયાઝ અમદાવાદી, ધવલ ભુવજી, અજજુ તેમજ વિશાલ ભરવાડ, કરણ માછી, રિયાઝ તેમજ બે અન્ય શખ્સ સામેલ હતા. પોલીસે 9 પૈકી બે શખ્સો પપ્પુ રબારી અને વિશાલ ભરવાડને ધરપકડ (crime) કરી છે.
Other News : ટુ-વ્હીલરમાં હેલ્મેટ કાયદાનો અમલ કરાવો : ગુજરાત હાઈકોર્ટનો આદેશ