નવીદિલ્હી : ભારત એખેતી પ્રદાન દેશ કહેવાય અહીંની કુલ વસ્તી સામે ૫૫થી ૬૦ ટકા લોકો ખેતી પર નિર્ભર છે. આવી સ્થિતિમાં, ખેડૂતોનું જીવનધોરણ સુધારવા અને તેમની આવક બમણી કરવા માટે સરકાર દ્વારા સમયાંતરે ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આવી જ એક યોજના છે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના છે.
આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે ૩૬ હજાર રૂપિયા (દર મહિને ૩ હજાર) આપવામાં આવે છે. ૧૮ વર્ષ અને તેથી વધુ અને ૪૦ વર્ષ સુધીના ખેડૂતો આ યોજનામાં જોડાઈ શકે છે. ૨ હેક્ટર સુધીની ખેતીલાયક જમીન ધરાવતા તમામ નાના અને સીમાંત ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજના હેઠળ ખેડૂતોને ૬૦ વર્ષની ઉંમરે પહોંચવા પર ૩૦૦૦ રૂપિયાનું માસિક પેન્શન મળશે. ખેડૂતના મૃત્યુની સ્થિતિમાં, તેની પત્ની પેન્શનના ૫૦% કુટુંબ પેન્શન તરીકે મેળવવા માટે હકદાર રહેશે.કૌટુંબિક પેન્શન ફક્ત જીવનસાથીને જ લાગુ પડશે.
ખેડૂતોએ નિવૃત્તિની તારીખ (૬૦ વર્ષ) સુધી પહોંચે ત્યાં સુધી પેન્શન ફંડમાં દર મહિને રૂ. ૫૫ થી રૂ. ૨૦૦ વચ્ચેની રકમનું યોગદાન આપવું પડશે. ૧૮ વર્ષની ઉંમરે ૫૫ રૂપિયા અને ૪૦ વર્ષની ઉંમરે ૨૦૦ રૂપિયા ચૂકવવા પડશે.
ખેડૂતોએ પહેલા તેમના નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જવું પડશે
આ પછી, બધા દસ્તાવેજો ત્યાં સબમિટ કરવાના રહેશે અને બેંક ખાતાની માહિતી આપવાની રહેશે. કોમન સર્વિસ સેન્ટર આધાર કાર્ડને તમારા અરજી ફોર્મ સાથે લિંક કરવાનું રહેશે. આ પછી, તમને કિસાન પેન્શન એકાઉન્ટ નંબર પર કિસાન કાર્ડ સોંપવામાં આવશે.
આ સિવાય ખેડૂતો કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની વેબસાઈટ પર જઈને આ યોજના માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. પીએમ કિસાન માનધન યોજના વિશે અન્ય માહિતી માટે, ખેડૂતો કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની વેબસાઇટની મુલાકાત લઈ શકે છે અથવા નજીકના સામાન્ય સેવા કેન્દ્રનો સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત તેઓ જિલ્લા ખેતીવાડી કચેરીએ પહોંચીને પણ આ અંગે પૂછપરછ કરી શકશે.
Other News : ભારતમાં ૨૬મી જાન્યુઆરીએ કાર બોમ્બ ધડાકાની આઈબીને આશંકા છે