Charotar Sandesh
ગુજરાત

આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમૂલના નવા મિલ્ક પાઉડર પ્લાન્ટ્‌સનું ઉદઘાટન કરશે

અમૂલફેડ ડેરી

અમદાવાદ : કેન્દ્રીય ગૃહ, સહકાર મંત્રી અમિત શાહ આજથી ૨ દિવસના ગુજરાત પ્રવાસે છે. અમિત શાહનું આગમન શનિવારે સાંજે અમદાવાદ એરપોર્ટ ખાતે થયું હતું.

ગાંધીનગર ખાતે આજે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન(જીસીએમએમએફ)ના નવા દૂધ પાઉડર પ્લાન્ટ, પોલિ ફિલ્મ ઉત્પાદન પ્લાન્ટ તથા અન્ય પ્રોજેક્ટ્‌સનું ઉદઘાટન કરશે. ડેરી દ્વારા આ ચાર પ્રોજેક્ટ્‌સમાં રૂ. ૪૧૫ કરોડનું રોકાણ કરાયું છે. આ નવો પ્લાન્ટ ૨૪ટ૭ કાર્યરત રહે તે રીતે રૂ. ૨૫૭ કરોડ રૂપિયાના રોકાણથી બનાવવામાં આવ્યો છે.

બે વર્ષના સમયગાળામાં તૈયાર થયેલો આ પ્લાન્ટ અત્યંત ઊર્જા-કાર્યક્ષમ ટેકનોલોજીથી સુસજ્જ છે અને તેમાં ઉત્સર્જનની માત્રા લગભગ નહિવત હશે. આ પ્લાન્ટમાં પાણીના પુનઃવપરાશની વ્યવસ્થા છે જેથી ભૂગર્ભ જળના વપરાશમાં ઘટાડો થશે.

આ ઉપરાંત, આ પ્લાન્ટમાં નવીનતમ પેકિંગ લાઇનો છે તેમજ જથ્થાબંધ પેકિંગ લાઇન્સનું સંપૂર્ણ ઓટોમેટિક સંચાલન થશે. આ નવો દૂધ પાઉડર પ્લાન્ટ એશિયાની સૌથી મોટી સંપૂર્ણ ઓટોમેટિક અમૂલફેડ ડેરી ખાતે સ્થાપવામાં આવેલ છે જે જીસીએમએમએફનું એકમ છે અને તેની મિલ્ક હેન્ડલિંગ ક્ષમતા દૈનિક ૫૦ લાખ લિટરની છે. દૈનિક ૧૫૦ ટનની ક્ષમતા ધરાવતો નવો અલ્ટ્રા-મોડર્ન મિલ્ક પાવડર પ્લાન્ટ સ્થાપિત કરી ડેરીની ક્ષમતા દૈનિક ૩૫ લાખ લિટરથી વધારીને ૫૦ લાખ લિટર કરવામાં આવી છે.

કેન્દ્રીય સહકાર મંત્રી અમૂલ બટરના એક નવા પ્લાન્ટનું ઉદઘાટન પણ કરશે

જે અમૂલફેડ ડેરીની બટર ઉત્પાદન ક્ષમતાને દૈનિક ૪૦ ટનથી ત્રણ ગણી વધારીને ૧૨૦ ટન કરશે. આ પ્લાન્ટ રૂ. ૮૫ કરોડના રોકાણ સાથે બનાવવામાં આવ્યો છે, અને તે ડેરીને, ખાસ કરીને જ્યારે પીક સીઝનમાં દૂધનું સંપાદન વધારે હોય ત્યારે દૂધ ફેટના વધુ જથ્થાને અસરકારક રીતે નિયંત્રિત કરવાની ક્ષમતા ધરાવે છે.

અમૂલફેડ ડેરીમાં નવી રોબોટિક હાઇટેક વેરહાઉસિંગ સુવિધાનું ઉદઘાટન પણ કેન્દ્રીય મંત્રી દ્વારા કરવામાં આવશે જેને રૂ. ૨૩ કરોડના ખર્ચે બનાવવામાં આવી છે, જે ડેરીને લાંબાગાળા સુધી બગડે નહીં તેવા ૫૦ લાખ લિટર દૂધને કાર્ટન પેકેજિંગમાં ખૂબ મોટા જથ્થામાં સંગ્રહિત કરવા સક્ષમ બનાવે છે.

Other News : સુરત કોર્પોરેશન દ્વારા નવતર પ્રયોગ : વેક્સીનનો બીજો ડોઝ લેનારને ૧ લીટર તેલનું વિતરણ કરાશે

Related posts

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત વધુ એક નિર્ણય : ધોરણ ૬થી ૧૨માં શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા ભણાવાશે

Charotar Sandesh

સરકારે કોરોના રસી ભાવ નક્કી કર્યા : ખાનગી હોસ્પિટલમાં ૨૫૦ ચૂકવવા પડશે…

Charotar Sandesh

સીએમ રૂપાણી આજથી ૩ દિવસ રશિયાના પ્રવાસે, હિરા ઉદ્યોગના વિકાસ માટે ૨ એમઓયુ કરાશે…

Charotar Sandesh