Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

કેન્દ્રિય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલે વડતાલ ધામ દ્વિ શતાબ્દી મહોત્સવમાં ઉપસ્થિત રહી હરિભક્તોને શુભકામનાઓ આપી

વડતાલ ધામ

કેન્દ્રિય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલે વડતાલધામ, નડિયાદ ખાતે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિ-શતાબ્દી મહોત્સવ કાર્યક્રમ નિમિત્તે ઉપસ્થિત રહી સૌને શુભકામનાઓ પાઠવી હતી.

તેઓએ જણાવ્યું કે પાણી જીવનનો મૂળભૂત સ્ત્રોત છે અને આવનારી પેઢી માટે શુદ્ધ પાણી વારસામાં આપવું એ આપણી સૌની સહિયારી જવાબદારી છે. ભારત સરકારના ‘કેચ ધી રેઈન’ કેમ્પેઈનને સફળ બનાવવાના કાર્યમાં ગુજરાતની મોડેલ ભૂમિકાને સ્થાપિત કરવા ઉપસ્થિત સૌને જળ સંચય માટે પ્રયાસો કરવા અપીલ કરી હતી.

મંત્રીશ્રીએ પોતાના ઘર થી જ વરસાદના પાણીના સંચયની શરૂઆત કરવા તમામને વિનંતી કરી હતી

આ પ્રસંગે ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ, નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, અમરેલી ધારાસભ્ય કૌશિક વેકરીયા, લાઠી ધારાસભ્ય જનકભાઈ તળવિયા, કોઠારી સંત સ્વામી, દેવવલ્લભ સ્વામી, નિત્યસ્વરૂપ સ્વામી, જ્ઞાન જીવનદાસજી, નૌતમસ્વરૂપ સ્વામી સહિત સંતો, મહંતો, હરિભક્તો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.

Other News : વાસણા આઈ.ટી.આઈ. બોરસદ ખાતે એજ્યુકેશન જાગૃતિ અંતર્ગત એક વ્યસનમુક્તિ અભિયાન કાર્યક્રમનું આયોજન

Related posts

ખેડા જિલ્લા કોંગ્રેસ પરિવારે મહાત્મા ગાંધીજી ને સુતર ની આંટી પહેરાવી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા 

Charotar Sandesh

આણંદ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકના પારિતોષિક માટે આંકલાવ તાલુકાના શિક્ષકની પસંદગી કરાઈ…

Charotar Sandesh

ચરોતરમાં હવે NRI લગ્ન સિઝન શરૂ થતાં જ પાર્ટી પ્લોટોમાં ચોરી કરાવતી ગેંગ સક્રિય

Charotar Sandesh