આણંદ : અમીન ઓટો કંપની દ્વારા એક દાવોલના રીક્ષાચાલકની સાથે કરાયેલા ઉધ્ધતવર્તન અને રીક્ષા રીપેરીંગ સંતોષજનક ના કરી આપતાં આજે સવારે અમીન ઓટો ખાતે ગધેડા દ્વારા રીક્ષા ખેંચાવીને અનોખો વિરોધ કરતા ચકચાર મચી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર બોરસદના નિસરાયા રોડ ઉપર આવેલા અમીન ઓટોના શોરૂમમાંથી દાવોલના ભરતકુમાર મોઈએ પોતાના મિત્ર સંજયભાઈ ચાવડાના નામે રીક્ષા ખરીદી હતી. રીક્ષા અંદર જ પાછલા ટાયરોમાંથી અવાજ આવતા બોરસદના શો-રૂમમાં રીક્ષા બતાવના ગુટખાની પીનો ઘસાતી હોય કાઝ પેપરથી ઘસીને ગ્રીસ લગાવી આપ્યું હતું. જો કે ત્રણ ચાર દિવસ બાદ ફરીથી અવાજ શરૂ થઈ જવા પામ્યો હતો જેને લઈને સાતથી આઠ વખત આ રીતે રીક્ષા રૃપેરીંગ કરાવી હતી અને તેના જે કાંઈ પૈસા થતા હતા તે પણ ચુકવી આપ્યા હતા.
જો નિકારણ નહીં આવે તો પુના ખાતે આવેલી કંપનીની મેઈન ઓફિસ ખાતે જઈને આ રીતે જ વિરોધ કરનાર છે
જો કે ત્યારબાદ ભરતભાઈ ભોઈને આણંદ-સોજીત્રા રોડ ઉપર આવેલી કંપનીની મુખ્ય ઓફિસનો સંપર્ક સાધીને પોતાની ફરિયાદ કરતાં જ જવાબદાર વ્યક્તિઓ દ્વારા ભરતકુમાર સાથે ઉધ્ધતાઈભર્ય વર્તન કર્યું હતુ અને જે થાય તે કરી લેવાની ધમકી આપતા. આજે ભરતભાઈ બે ગધેડા અને રીક્ષા લઈને અર્મીન ઓટોના શો-રૂમ ખાતે પહોંચ્યા હતા જ્યાં ગધેડાથી પોતાની રીક્ષા ખેંચાવીને અનોખો વિરોધ કર્યો હતો. જો નિકારણ નહીં આવે તો પુના ખાતે આવેલી કંપનીની મેઈન ઓફિસ ખાતે જઈને આ રીતે જ વિરોધ કરનાર છે.
બીજી તરફ કંપનીના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર વેર એન્ડ ટેરમાં કોઈ વોરંટી કે ગેરંટી હોતી નથી, જે વારંટી માત્રને માત્ર એન્જીનની જ હોય છે. ૨૦ હજાર કીમી સુધી રીક્ષામાં ગ્રીસ કે રબ્બર પુરવાની જરૂરત હોતી નથી. ગ્રાહકની સમસ્યાનું સમાધાન કરી દેવામાં આવ્યું છે તેમ છતાં પણ તેમના દ્વારા જે વિરોધ કરાઈ રહ્યો છે તે યોગ્ય નથી.
Other News : ચેક રીટર્નના કેસમાં આણંદના શખ્સને ૧ વર્ષની કેદની સજા, જુઓ વિગત