Charotar Sandesh
વર્લ્ડ

USA : અમેરિકામાં ગ્રીન કાર્ડ આપવા માટે ખરડો રજૂ કરાયો

અમેરિકામાં ગ્રીન કાર્ડ

USA : અમેરિકાના નાગરિક દ્વારા સ્પોન્સર કરાયેલા ફેમિલી આધારિત ઇમિગ્રન્ટે ગ્રીનકાર્ડ માટે બે વર્ષ કે તે પહેલાં અરજી કરી હશે તેઓને ૨૫૦૦ ડોલરની પૂરક ફી ભરવાની રહેશે જ્યારે જે અરજદારની પ્રાયોરિટી (અગ્રીમતા) તારીખ બે વર્ષની સમય મર્યાદામાં ન હોય પરંતુ તેને અમેરિકામાં હાજર હોવુ ફરયિયાત હોય તો તેઓને ૧૫૦૦ ડોલરની પૂરક ફી ભરવાની રહેશે. આ દરખાસ્ત કાયદાનું સ્વરૂપ લેશે તો બાળક તરીકે અમેરિકામાં પ્રવેશેલા, ખેતરોમાં કામ કરવા આવેલા વિદેશી, કોરોના મહામારીમાં આવશ્યક કર્મચારી તરીકે આવેલા લોકો પણ ગ્રીનકાર્ડ મેળવવા માટે અરજી કરવાને પા૬ બનશે.

અલબત્ત આ દરખાસ્ત કાયદાનું સ્વરૂપ ધારણ કરે તે પહેલાં તેને જ્યુડિશિયરી કમિટિમાંથી પસાર થવાનું રહેશ, ત્યારબાદ પ્રતિનિધિ સભા અને બાદમાં સેનેટ, અર્થાત અમેરિકાની કોંગ્રેસ (સંસદ)ના બંને ગૃહોમાં બહુમતીથી પસાર થાય અને છેલ્લે રાષ્ટ્રપતિ તેના ઉપર હસ્તાક્ષર કરે ત્યારે તે કાયદો બનશે. અલબત્ત બાઇડેન સરકાર આ દરખાસ્તનમે કાયદાનું સ્વરૂપ આપવાનું વલણ ધરાવતી હોવાથી તે કાયદો બને એવા તમામ સંજોગો ઉજળા દેખાઇ રહ્યા છે.

છેલ્લા ઘણા વર્ષોથી અમેરિકાનું ગ્રીનકાર્ડ મેળવવા ઝંડી રહેલા ભારતીયોને નજીકના ભવિષ્યમાં ગ્રીનકાર્ડ મળી જાય તેવી શક્યતા ઉભી થઇ છે

એમ્પ્લોઇમેન્ટ આધારિત ગ્રીનકાર્ડ મેળવવા માટે જે લોકોની અરજીઓ જૂના બેકલોગમાં ફસાઇ ગઇ છે તેઓને ૧૦૦ ડોલરથી માંડીને ૫૦૦૦ ડોલર સુધીની પૂરક ફી ભરીને સરકાર ગ્રીનકાર્ડ આપવા વિચારી રહી છે. આ અંગેનો ખરડો અમેરિકાની સંસદમાં દાખલ કરવાના ચક્રો પણ ગતિમાન થઇ ગયા છે. જો આ ખરડો કોંગ્રેસના બંને ગૃહોમાં પસાર થઇ જાય અને કાયદો બની જાય તો એમ્પ્લોઇમેન્ટ આધારિત વર્ક પરમીટ ધરાવનારા હજારો વિદેશીઓ અને ભારતીયોને ગ્રીનકાર્ડ મળી શકે છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકામા મોટા ભાગના આઇટી પ્રોફેશ્નલ એમ્પ્લોઇમેન્ટ આધારિત વર્ક પરમીટ લઇને બાદમાં ગ્રીનકાર્ડ માટે અરજી કરતાં હોય છે, પરંતુ આ કેટેગરીમાં ગ્રીનકાર્ડ કરનારા લોકોની સંખ્યા એટલી હદે વધી ગઇ છે કે અરજીઓનો બેકલોગ ખુબ મોટો થઇ ગયો છે, તેથી સરકાર પૂરક ફી લઇને ગ્રીનકાર્ડ આપવાની દિશામાં આગળ વધી રહી છે.

Other News : વધતી ઉંમર અટકાવવાની ટેકનિક વિકસાવતી કંપનીમાં જેફ બેઝોસે રોકાણ કર્યું

Related posts

ફાઈઝર અને મોડર્ના પાસે ઓર્ડર ફુલ, ભારતને રસી માટે જોવી પડશે લાંબી રાહ…

Charotar Sandesh

અમેરિકા હંમેશા ભારતના લોકોનો વિશ્વાસપાત્ર મિત્ર રહેશેઃ વ્હાઇટ હાઉસ

Charotar Sandesh

રશિયાએ યુક્રેનને ચારે બાજુથી ઘેરી ગોળીબાર, તોપખાના અને ટેન્કથી ૧૭ શહેરોમાં હુમલો કર્યો

Charotar Sandesh