Charotar Sandesh
ચરોતર વર્લ્ડ

USA : ન્યુજર્સી સ્ટેટના મલાનપન ખાતે સ્પોર્ટીકા ઇન ડોર હોલમાં ઐશ્વર્યા મજુમદારના ગરબાચાહકો રોષે ભરાયા

ગરબાનું આયોજન

USA : આજ તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ યુએસએના ન્યુજર્સી સ્ટેટના મલાનપન ટાઉન ખાતે આવેલા સ્પોર્ટીકા હોલ ખાતે ગુજરાતી કલાકાર ઐશ્વર્યા મજુમદારના ગરબાનું આયોજન અરના એન્ટરપ્રાઇઝ અને ધનુ રાવનાઓ દ્વારા કરવામાં આવેલું.

આમ તો દરવર્ષે ભારતના ગરબા કલાકારો અને યુએસના આયોજકો સહયોગથી ટીકીટનું વેચાણ કરી ગરબા જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. અને સમગ્ર કાર્યક્રમનો સમય નિર્ધારિત હોય છે. અને ગરબાના ચાહકો ટીકીટ ખરીદીને ભાગ લેતા હોય છે.

આયોજકોએ ટીકીટ વેચી તગડી રકમ એકઠી કરી લીધા બાદ ૮.૩૦ સુધી પ્રવેશ આપવામાં ન આવતા ગુજરાતી ગરબા ચાહકો રોષે ભરાયા !

US અને કેનેડા ખાતે આવા કાર્યક્રમોનું ઓનલાઇન ટીકીટ વેચાણ કરતી event.sulekha.com સાઇટપર ટીકીટના વેચાણ વખતે આયોજકો તેમજ તેઓ દ્વારા કાર્યક્રમના સમય અંગે પણ જાહેરાત કરાયેલ મુજબ “Door open at 7.00pm” એમ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલો. તેમ છતાં આયોજકો એ ટીકીટ વેચી તગડી રકમ એકઠી કરી લીધા બાદ ગરબા ચાહકોની પરવા કર્યા સિવાય ૮.૩૦ સુધી પ્રવેશ આપવામાં ન આવતા ગુજરાતી ગરબા ચાહકો અસલ ગુજરાતી મુડમાં આવી જઇ હલ્લાબોલ અને ધક્કામુક્કી કરવામાં આવેલી.

આ સમયે ચરોતરસંદેશના નિલેશ પટેલે આયોજક ઘનુ રાવનો ટેલિફોનીક સંપર્ક કરતા તેઓએ ફોન ઉપાડેલ ન હતો.

Other News : ગુજરાતના 23 IPS અધિકારીઓની બદલી : આણંદ SPની અમદાવાદ સાયબર ક્રાઈમમાં થઈ બદલી, જુઓ નવા એસપી

Related posts

આણંદ જીઈબીનો પ્રિમોન્સુન પ્લાન ફેઈલ ? વારંવાર લાઈટો જવાથી જીટોડીયાની પ્રજા ત્રસ્ત થઈ !

Charotar Sandesh

બોરસદના વહેરા ગ્રામ પંચાયતમાં આવેલ ચાર મકાનના વિસ્‍તારને નિયંત્રિત વિસ્‍તાર તરીકે જાહેર

Charotar Sandesh

યાત્રાધામ ડાકોરમાં ભગવાનની 250મી રથયાત્રા પરંપરાગત રીતે નીકળી : શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું

Charotar Sandesh