USA : ઈન્ડિયાસ્પોરાએ કેપિટલ હિલ દિવાળી સમારંભનું આયોજન સમુદાયના અનેક સંગઠનોના સહયોગ વડે કર્યું હતું. ભારતીય અમેરિકી સાંસદ ડો. એમી બેરા, રાજા કૃષ્ણમૂર્તિ, રો ખન્ના અને પ્રમિલા જયપાલે પણ આ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો અને આ અવસરે સમુદાયને શુભેચ્છાઓ પાઠવી હતી. ભારતવંશી અમેરિકી સાંસદોની આગેવાનીમાં રાષ્ટ્રપતિ જો બાઈડન પ્રશાસનના ટોચના સદસ્યો અને દેશભરના ભારતવંશી સમુદાયના સદસ્યોએ અમેરિકી કોંગ્રેસમાં પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણી કરી હતી.
અમેરિકી કોંગ્રેસનું આ દૃશ્ય અમેરિકાના સામાજીક-રાજકીય પરિદૃશ્યમાં આ નાના પરંતુ પ્રભાવશાળી સમુદાયનો ઉભાર દર્શાવે છે
સાંસદોએ અમેરિકાના વિકાસમાં ભારતવંશી અમેરિકનોના યોગદાનની પ્રશંસા કરી હતી અને કોવિડ-૧૯ બાદની દુનિયામાં દિવાળીના મહત્વ પર પ્રકાશ ફેંક્યો હતો.
કાર્યક્રમ દરમિયાન અમેરિકાના સર્જન જનરલ ડો. વિવેક મૂર્તિએ કહ્યું કે, ’આપણે છેલ્લા આશરે ૨ વર્ષોથી એક વૈશ્વિક મહામારીનો સામનો કરી રહ્યા છીએ જેણે આપણા જીવનને સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. મેં તથા આપણા પૈકીના અનેક લોકોએ પરિવારના સદસ્યો અને મિત્રો ગુમાવ્યા છે. મને ખબર છે કે, તમારામાંથી ઘણાં લોકોએ આ દુખ સહન કર્યું છે, પછી તે અહીં રહેતા પરિવાર સાથે સંકળાયેલ હોય, ભારતમાં વસતા તમારા પરિવારનું હોય કે પ્રવાસી કે વિશ્વમાં કોઈ પણ જગ્યાએ રહેતા નજીકનાઓનું સદસ્ય.. આપણે ઘણું બધું સહન કર્યું છે.’
- Nilesh Patel