Charotar Sandesh
વર્લ્ડ

USA : અમેરિકામાં આવેલાં ઈડા વાવાઝોડાએ કેર વર્તાવ્યો

ઈડા વાવાઝોડા (Eda cyclone)

USA : ન્યુયોર્ક શહેરમાં ઈમરજન્સી જાહેર કરાઈ છે કેમ કે શહેરમાં ઐતિહાસિક વરસાદ વરસી શકે છે. ભયંકર પૂરનો ખતરો સર્જાઈ શકે છે. બધા લોકો સુરક્ષિત સ્થાને ખસી જાય અને માર્ગોથી દૂર રહે. ઈમરજન્સી વિભાગના લોકોને તેમનું કામ કરવા દે.અમેરિકામાં ચાર દિવસ પહેલાં આવેલાં ઈડા વાવાઝોડા (Eda cyclone) એ કેર વર્તાવ્યો છે.

આ વાવાઝોડું લ્યુસિયાના થઈને ન્યુયોર્ક, ન્યુજર્સી અને પેન્સિલ્વેનિયા રાજ્ય સુધી પહોંચી ગયું છે

તેની સૌથી વધુ અસર ન્યુયોર્ક સિટી પર થઈ છે. અહીં એક રાતમાં આશરે ૪ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. હવામાન વિજ્ઞાનીઓ અનુસાર ન્યુયોર્કમાં આ વરસાદ ગત ૪૦૦થી ૫૦૦ વર્ષનો સૌથી ભીષણ વરસાદ હોઈ શકે છે.

દરમિયાન ન્યુયોર્કના ઈતિહાસમાં પહેલીવાર ઈમરજન્સી જાહેર કરાઈ છે. વરસાદને લીધે ન્યુયોર્કના મોટા ભાગના સબ-વે પર પાણી ભરાઈ ગયું છે. મોટા ભાગની મેટ્રો બંધ છે. એમટીએસ બસ રુટ સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. બસોમાં પાણી ભરાઈ ગયું છે. બીજી બાજુ ભારે વરસાદ અને પૂરને કારણે અમેરિકામાં ૨૧ લોકોના મૃત્યુ થયાં છે. સૌથી વધુ ૮ મૃત્યુ ન્યુયોર્કમાં થયાં છે. મૃતકોમાં બે વર્ષનું બાળક પણ સામેલ છે જ્યારે ૭ લોકો ગંભીર રીતે ઘવાયા છે. રિપોર્ટ મુજબ દેશમાં આશરે ૬ કરોડ લોકો પૂર સામે ઝઝૂમી રહ્યા છે. જોકે ૩ લાખ ઘરોમાં વીજળી ડૂલ થઈ ચૂકી છે.

  • Nilesh Patel

Other News : Gaming Policy : ચીનની નવી પોલિસી ગેમિંગ માર્કેટ માટે મોટા ઝટકા સમાન

Related posts

યુક્રેનમાં વાયુસેનાનું પ્લેન દુર્ઘટનાગ્રસ્ત : ૨૫ લોકોના મોત : ત્રણની હાલ ગંભીર…

Charotar Sandesh

ઇરાનમાં યૂક્રેનનું પ્લેન ક્રેશ : તમામ ૧૭૬ મુસાફરોના મોત…

Charotar Sandesh

“કિડ્સ હેલ્પ કિડ્સ” : યુ.એસ.ના જ્યોર્જિયામાં 29 સપ્ટેમ્બરના રોજ સેવા ઇન્ટરનેશનલના લાભાર્થે યોજાઈ ગયેલો પ્રોગ્રામ…

Charotar Sandesh