Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ શહેર સહિત જિલ્લામાં રસીકરણ પુરજોશમાં : ટોટલ આટલા લોકોને રસીનો પ્રથમ ડોઝ અપાયો

આણંદ જિલ્લામાં રસીકરણ

આણંદ તાલુકાના પંદર ગામોમાં ૧૦૦% રસીકરણ

જિલ્લામાં ૧૮ વર્ષથી ઉપરના ૬૬ ટકા લોકોને વેક્સિનેશનનો પ્રથમ ડોઝ અપાઇ ચૂક્યો છે

આણંદ : જિલ્લા સહિત રાજ્યભરમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવનાને લઈ કોરોના વિરૂધ્ધ જંગમાં આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્રની ટીમો દ્વારા જિલ્લાના છેવાડા ગામોમાં વેક્સિનેશન માટે ઝીણવટભર્યુ કામ કરતા જિલ્લામાં ૧૮ વર્ષથી ઉપરના ૬૬ ટકા લોકોને વેક્સિનેશનનો પ્રથમ ડોઝ અપાઇ ચૂક્યો છે.

જિલ્લામાં અંદાજે ૧૮ લાખ લોકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ સામે સાત માસમાં જિલ્લામાં ૧૮ વર્ષથી ઉપરના ૧૨ લાખ ઉપરોત લોકોને રસી પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જયારે જિલ્લામાં ૭૬ ગામોમાં ૧૦૦ ટકા રસીકરણ કરવામાં આવ્યું છે.

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગના ડો. એમ.ટી.છારીએ મીડીયાને જણાવ્યું હતું કે, હાલમાં પૂરજોશમાં રસીકરણની કામગીરી ચાલી રહી છે. જેમાં આણંદ તાલુકાના ૧૫, બોરસદના ૧૪, આંકલાવના ૦૮, પેટલાદના ૧૦, ઉમરેઠના ૯, સોજીત્રાના ૫, તારાપુરના ૫, ખંભાતના ૧૦ ગામોમાં ૧૦૦ ટકા રસીકરણ થયું છે.

Other News : આણંદમાં સાર્વત્રિક વરસાદ : બ્રેક બાદ ખેડૂતો સહિત નાગરિકોમાં પણ ખુશીનો માહોલ

Related posts

વાસદ ટોલનાકા ઉપર પોલીસ દ્વારા તોડબાજી કરાતા હોવાના આક્ષેપો : ભાજપના આ ધારાસભ્યે ગૃહમંત્રીને રજૂઆત કરી

Charotar Sandesh

આણંદ જિલ્લાના ખેડૂત મિત્ર જોગ : આ બે દિવસ દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરાઈ

Charotar Sandesh

ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા બીલ ગામ સહિત અન્ય ગામોમાં ગણેશજીની પૂજા-અર્ચના કરાઈ…

Charotar Sandesh