Charotar Sandesh
મધ્ય ગુજરાત

વડોદરા : બાળગોકુલમ સંસ્થામાં ઉછરતા ૧૬ વર્ષના બાળકને દંપતિએ ફોસ્ટર કેરમાં લીધો

બાળગોકુલમ

વડોદરા : જીલ્લા બાળ સંરક્ષણ સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ (બાળગોકુલમ) સંસ્થામાં ઉછરતા ૧૬ વર્ષ ના બાળકને વડોદરા શહેરના દંપતિએ ફોસ્ટરકેર યોજના દ્વારા ફોસ્ટર કેર મા લીધો. કોઈ વ્યકિત નું નસીબ ક્યારે બદલાય જાય તે અકળ બાબત છે, આવીજ ઘટના વડોદરા શહેરના ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ (બાળગોકુલમ), ભૂતડીઝાંપા ખાતે આશ્રિત ૧૬ વર્ષના બાળક સાથે બની છે. આ બાળકને માતા પિતાની હૂંફ સાપડી છે.

વડોદરા શહેરમાં રહેતા દંપતીએ ૧૬ વર્ષના બાળકને ફોસ્ટર કેર યોજના હેઠળ ફોસ્ટર કેરમા લેવા માટેની સરકારી પ્રક્રિયા પૂર્ણ કરી હતી.

જેથી આ બાળકને તા. ૨૩/૦૭/૨૦૨૧ ના રોજ દંપતિને સોંપવામાં આવેલ. ૧૦ વર્ષ અગાઉ આ બાળક ચાઈલ્ડ લાઈન,વડોદરા દ્વારા જીલ્લા બાળ કલ્યાણ સમિતિ,વડોદરા ના આદેશથી કાળજી અને રક્ષણ માટે સંસ્થામાં આવેલ હતો. જે બાદથી સંસ્થા દ્વારા બાળકનો ઉછેર પણ અન્ય બાળકો સાથે કરવામાં આવી રહ્યો હતો.

આ બાળકને માતાપિતાની હૂંફ મળશે કે કેમ તે એક પ્રશ્ન હતો. પરંતુ વડોદરા શહેરના વતની શ્રી દત્તાજીરાવ રઘુજીરાવ રાજે શિર્કે અને તેમના પત્ની સીમાંદેવી દત્તાજીરાવ એ આ બાળકને ફોસ્ટર કેર યોજના હેઠળ ફોસ્ટર કેર મા લેતા તેનું નસીબ બળ્યું છે. દત્તાજીરવ રાજે શિર્કે દ્વારા બાળક ફોસ્ટર કેર યોજના હેઠળ ફોસ્ટર કેરમાં લેવા માટે ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ (બાળગોકુલમ) સંસ્થામાં અરજી કરી હતી. સંસ્થા દ્વારા દંપતી નું સતત કાઉન્સેલીંગ કરી તેમની અરજી જીલ્લા બાળ સુરક્ષા એકમ, વડોદરાને આપવામાં આવેલ જેના આધારે વડોદરા જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી મયંકભાઈ ત્રિવેદી સાહેબશ્રી તથા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી અમિતભાઇ વસાવા ના માર્ગદર્શન હેઠળ જીલ્લા બાળ સુરક્ષા એકમ વડોદરા દ્વારા દંપતિની ઘર તપાસ કરી તમામ કાયદાકીય કાર્યવાહી ના અંતે વડોદરા શહેરની તમામ સંસ્થામાંથી બાળક દંપતિને બત્તાવવામાં આવેલ.

જેમાં દંપતી દ્વારા ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ (બાળગોકુલમ) સંસ્થામાં આશ્રિત ૧૬ વર્ષના બાળક પર પસંદગી ઉતારી હતી. જેથી તા. ૨૩/૦૭/૨૦૨૧ ના રોજ જીલ્લા બાળ કલ્યાણ સમિતિ,વડોદરાના ચેરમેન શ્રી શંકરલાલ ત્રિવેદી ના અધ્યક્ષપણા હેઠળ બાળક ને દંપતી ને ફોસ્ટર કેર માંઆપવાno કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા બાળ કલ્યાણ સમિતિ ના ચેરમેન શ્રી શંકર લાલ ત્રિવેદી તથા સભ્યોશ્રી ભારતીબેન બારોટ. મણીભાઈ વાછાણી. ઘનશ્યામ સોલંકી. શૈલેન્દ્ર સિંહ પરમાર ના હસ્તે બાળકને દંપતિને સોંપવામાં આવેલ. સંસ્થામાં તેઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જે સમયે સર્જાયેલ ભાવુક દ્રશ્યો થી સૌની આંખોમાં હરખના આંસુ આવી ગયા હતા.

તા. ૨૩/૦૭/૨૦૨૧ ના શુક્રવારનો દિવસ દંપતી અને બાળક માટે ખુશી નો દિવસ બન્યો છે કારણકે આજના દિવસે આ દંપતિને સંતાનનો અને બીજી તરફ બાળકને પણ માતા-પિતાનો પ્રેમ મળ્યો છે. આ પ્રસંગે ઉપસ્થિત જીલ્લા બાળ કલ્યાણ સમિતિના ચેરપર્સનશ્રી શંકરલાલ ત્રિવેદી સાહેબ તથા જિલ્લા બાળ કલ્યાણ સમિતિના સભ્યોશ્રી તેમજ જીલ્લા બાળ સુરક્ષા એકમના કર્માંચારીશ્રી હાજર રહેલ હતા તેમજ ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ (બાળગોકુલમ) ના અધિક્ષકશ્રી હાર્દિકભાઈ પટેલ અને સંસ્થાના કર્મચારીઓ હાજર રહેલ તેમજ હતા. તમામ સભ્યોની ઉપસ્થિતિમાં આ બાળક દંપતિને અપાયું છે. આ પ્રસંગે દંપતિનું સન્માન પણ કરાયું હતું.

Other News : ચરોતર ઇંગ્લિશ મિડિયમ સ્કૂલમાં થાળી ડેકોરેશનનું આયોજન કરવામાં આવ્યું

Related posts

વડોદરામાં સૌથી નાની વયના માત્ર ૨૨ દિવસના બાળકે કોરોનાને હરાવ્યો…

Charotar Sandesh

ગુજરાત ચૂંટણી માટે આપે જાહેર કરી આઠમી યાદી, દેહગામથી યુવરાજસિંહ જાડેજા, માતરથી મહિપતસિંહ ચૌહાણ, જુઓ

Charotar Sandesh

‘મારું મન મોર બની થનગાટ કરે…’ આણંદ સહિત ચરોતરમાં ખેલૈયાઓનો ભારે થનગનાટ…

Charotar Sandesh