Charotar Sandesh
મધ્ય ગુજરાત

વડોદરા : બિલ ગામમાં રસ્તા ઉપર રખડતી ગાયોને કારણે રિક્ષા પલટી જતાં ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી

બિલ ગામ

વડોદરા : વડોદરા મહાનગરપાલિકાના હસ્તકમાં આવેલ બિલ ગામ સહિત આસપાસની સોસાયટીઓમાં રખડતી ગાયોનો ત્રાસ વધવા પામ્યો છે, જેને લઈ વાહનચાલકોને ભારે હાલાકી સાથે અકસ્માતનો ભય રહેવા પામ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આજરોજ બિલ ગામના રોડ ઉપરથી રીક્ષાચાલક પોતાનું વાહન લઈ પસાર થઈ રહ્યા હતા, દરમ્યાન રખડતી ગાયો વચ્ચે આવતા ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા રીક્ષા પલટી ગઈ હતી, જેમાં ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા પગની એડી ફાટી જવા પામી હતી, જે બાદ તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટના બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોેરેશન હસ્તકમાં આવેલ બિલ ગામ સહિત આસપાસની સોસાયટીઓમાં રોષની લાગણી ઉદ્‌ભવા પામી છે, અને આ પ્રશ્ન અંગે સંબંધિત તંત્ર દ્વારા વહેલાસર નિકાલ લાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Ravi Patel, Vadodara

Related posts

વડોદરામાં 7 પત્રકારો સહિત 16, ખંભાતમાં 12, અમદાવાદમાં માહિતી ખાતાના વધુ ચાર પોઝીટીવ…

Charotar Sandesh

વડોદરા ૬ કામદારોના મોત મામલે ૫ વિરુદ્ધ ફરિયાદ : ત્રણની ધરપકડ

Charotar Sandesh

હવે ખાનગી કોચિંગ-ટ્યૂશન કલાસની નોંધણી ફરજિયાત બનશે

Charotar Sandesh