Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલમાં પરંપરાગત જલઝીલણી સમૈયો ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાયો : શોભાયાત્રા નીકળી

વડતાલમાં જલઝીલણી સમૈયો

વડતાલ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ એવા વડતાલ ખાતે આજે એક દિવસીય જલઝીલણી સામૈયો ખુબજ ધામધૂમથી ઉજવાયો છે. શુક્રવારે સવારે ૧૧.૩૦ કલાકે નીજમંદિરમાં શ્રીહરિ તથા મોઘેરા મહેમાન બનેલા વિઘ્નહર્તા ગજાનનની આરતી ઉતાર્યા બાદ વાજતે ગાજતે શણગારેલા ટ્રેક્ટરમાં પધરાવ્યા હતા.

આ પ્રસંગે શોભાયાત્રા પણ નીકળી હતી, હજારોની સંખ્યામાં હરિભક્તો ભક્તીમાં તરબોળ બન્યા છે

આ પ્રસંગે શોભાયાત્રા પણ નીકળી હતી, હજારોની સંખ્યામાં હરિભક્તો ભક્તીમાં તરબોળ બન્યા છે. સવારે સાડા અગિયાર વાગ્યે નીજ મંદિરમાં શ્રી હરી તથા મોંઘેરા મહેમાન બનેલા વિધ્નહર્તા ગજાનનની આરતી ઉતારવામાં આવી હતી. આ બાદ મંદિરથી વાજતે ગાજતે શણગારેલા ટ્રેક્ટરો મારફતે શોભાયાત્રા નીકળી હતી. જેમાં વડતાલ અને આસપાસના ૪૫ ગામોના હરિભક્તોની ભજન મંડળીઓએ ભજનની રમઝટ બોલાવી હતી. આ સાથે સાથે મંદિરમાંથી બેન્ડવાજા, ડીજે તથા ઢોલ નગારા સાથે નીકળેલી આ શોભાયાત્રાએ ભક્તિમય વાતાવરણ સર્જી દીધું હતું. શ્રી હરી અને દૂંદાળા દેવની નીકળેલી આ શોભાયાત્રા વડતાલ સ્થિતિ ગોમતી કિનારે પહોંચી હતી.

ચાલુ વર્ષે સ્થિતિ સારી રહેતા કોવિડના નિયમો સાથે આ ઉત્સવ ઉજવાયો છે. ગોમતી કિનારે પહોંચેલી શોભાયાત્રામાં ત્યાં શ્રીજી અને ગણપતિજીનું સંતો દ્વારા પૂજન કરવામાં આવ્યું અને મહાઆરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ ઠાકોરજી તથા ગણેશજીને શણગારેલી હોડીમાં બેસાડી નૌકાવિહાર કરાવવામાં આવ્યું હતું. અને સંતો, પાર્ષદો તેમજ હરિભક્તો દ્રારા આરતી ઉતારવામાં આવી હતી. નૌકાવિહાર વેળાએ ૧૫ મણ કાકડીનો પ્રસાદનું વિતરણ કરાયું હતું. આ ધાર્મિક ઉત્સવમાં યજમાન પ્રદિપ રતિલાલ પટેલ (નૈરોબી) વડતાલવાળાના પરિવારના સભ્યો પણ જોડાયા હતા. સાથે સાથે અનેક હરિભક્તો હાજર રહી આ પર્વની ઉજવણી કરી છે.

Other News : આણંદ : નાગરિકો સુરક્ષિત રહે તે માટે મોડી રાત્રિ સુધી વેકસિનની કામગીરી કરી રહેલા આરોગ્‍ય કર્મચારીઓ

Related posts

આણંદ : પૂર્વ સરપંચે રસ્તો બંધ કરતા ૧૦૮ સમયસર ન પહોંચી, વૃદ્ધાનું મોત…

Charotar Sandesh

પહેલી રાખી દેશપ્રેમ કી : આણંદ જિલ્લામાંથી સેનાની ત્રણેય પાંખોમાં ૧૫૭૩ રાખડી સાથે પત્ર મોકલાશે…

Charotar Sandesh

ખેડા જિલ્લા પોલીસ દ્વારા નડિયાદ પશ્ચિમ વિભાગમાં ફલેગ માર્ચનું આયોજન કરાયું…

Charotar Sandesh