Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલધામ નૈરોબી મંદિર સંપ્રદાયનું આધ્યાત્મિક કેન્દ્ર બનશે, બાંધકામ પૂરજોશમાં શરૂ : ડો સંત સ્વામી

તીર્થધામ વડતાલ

વડતાલ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસિદ્ધ તીર્થધામ વડતાલ તાબાનું આફ્રિકા ખંડમાં પ્રથમ મંદિર નિર્માણ થઈ રહ્યું છે. આ મંદિર વિષે માહિતી આપતા ડો સંત સ્વામીએ જણાવ્યું હતું કે, વડતાલ મેનેજીંગ ટ્રસ્ટીબોર્ડ અને સતંસંગ મહાસભાના પુરૂષાર્થની સાથે સાથે વર્તમાન ગાદીપતિ પ પૂ ધ ધૂ ૧૦૦૮ આચાર્ય મહારાજશ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ સાથે બે દેશ ગાદીના ભક્તોના સમર્પણથી આ મંદિર નિર્માણ થઈ રહ્યું છે.

કોરોના કાળમાં પણ દાતાઓએ શ્રદ્ધા અને વિશ્વાસથી ખૂબ પૂરુષાર્થ કરીને બાંધકામ શરૂ કર્યુ છે . મંદિરનું સુપર સ્ટક્ચરનું કામ પૂર્ણ થયું છે. મંદિરમાં પાર્કીંગ – પ્રસાદરૂપ ભોજનની વ્યવસ્થા સાથે સાથે બાળ યુવા ઘડતરની વ્યવસ્થાઓ થઈ રહી છે .

આપણા સતંસંગના સંસ્કારો આપણી ભવિષ્યની પેઢીમાં ઉતરે , તેના માટે મંદિરોની મહત્વની ભૂમિકા રહી છે

કેન્યાના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ કે કે વરસાણી, વડતાલના પરેશ પટેલ , મહેળાવના પરેશ પટેલ તથા મિતેશ પટેલ હરિકૃષ્ણ પટેલ – કરોલી , કચ્છના કુંવરજી વરસાણી , હરજી રાઘવાણી . કીશોર રાઘવાણી , પ્રથમેશ પટેલ નાર ,ક્રાંતિભાઈ એમ્બુવાળા વગેરે સક્રિય કાર્યકર્તાઓ રાત્રી દિવસ પૂરૂષાર્થ કરી રહ્યા છે.

આ બાંધકામ માટે વડતાલ મનેજીંગ ટ્રસ્ટીબોર્ડના ચેરમેનશ્રી દેવપ્રકાશ સ્વામી , મુખ્ય કોઠારી ડો સંત સ્વામી વગેરે સંત મંડળ સાથે હાલ નૈરોબીના સત્સંગ પ્રવાસે પધાર્યા છે. મંદિરની પરંપરાગત કલા કોતરણી માટે દેશથી ઓરીશીના કારીગરો પણ આ સતંસંગયાત્રામાં જોડાયા છે. સંતોની સ્વાગતસભામાં વર્ચ્યુઅલ આશીર્વાદ આપી આચાર્ય મહારાજે પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

આગામી ડીસેમ્બરમાં બાંધકામ પૂર્ણ થશે અને પ્રતિષ્ઠા ઉત્સવ ધામધૂમથી ઉજવવમાં આવશે.

Other News : ઈસણાવ ગ્રામ પંચાયત તાબામાં ઠેર-ઠેર ગેરકાયદે દબાણ ! તાલુકા-જિલ્લા પંચાયતના આંખ આડા કાન

Related posts

આણંદ જિલ્લાના ૨૪૭ વરિષ્ઠ નાગરિકો અને ૬૭ દિવ્યાંગ મતદારો ઘરે બેસીને મતદાન કરશે

Charotar Sandesh

બીઆરસી ભવન વઘાસી ખાતે દિવ્યાંગ સેતુ કાર્યક્રમ રાખવામાં આવ્યો

Charotar Sandesh

આંકલાવ વિધાનસભા વિસ્તારમાં વિકાસના વિવિધ કામોનુ ખાતમુહર્ત કરતા આંકલાવ ધારાસભ્ય…

Charotar Sandesh