બધા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો, તમામ વિદ્યાર્થીઓએ તેમના શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યા
૧૫ મી જુલાઈ ૨૦૨૧ ને ગુરુવારે ધો ૧ થી ૫ માટે “તોડવું અને જોડાવું ની પ્રવૃત્તિ” કરવામાં આવી
આણંદ : ચરોતર ઇગ્લિશ મીડિયમ શાળા દ્વારા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન ધોરણ ૧ થી ૫માં કરવામાં આવ્યું હતું. ૧૫ મી જુલાઈ ૨૦૨૧ ને ગુરુવારે ધો ૧ થી ૫ માટે “તોડવું અને જોડાવું ની પ્રવૃત્તિ” કરવામાં આવી હતી. ધોરણ ૧ થી થી ૫ માં વિદ્યાર્થીઓએ રંગબેરંગી કાગળોનો ઉપયોગ કરીને વિવિધ વસ્તુઓ બનાવવી હતી. આ પ્રવૃત્તિ માટે વિવિધ વિષયો વિદ્યાર્થીઓને તેમના ધોરણ મુજબ આપવામાં આવ્યા હતા. ધો.૧ ના વિદ્યાર્થીઓએ “મેઘધનુષ્ય” બનાવ્યું હતું, ધો.૨ના વિદ્યાર્થીઓએ “છત્રી” બનાવ્યું હતું, ધો.૩ ના વિદ્યાર્થીઓએ “પતંગિયું” બનાવ્યું હતું, ધો .૪ ના વિદ્યાર્થીઓએ “ફળની ટોપલી” બનાવ્યું હતું અને ધોરણ ૫ ના વિદ્યાર્થીઓએ કુદરતી દ્રશ્ય બનાવ્યું હતું.
બધા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પ્રવૃત્તિમાં ભાગ લીધો. હતો. તમામ વિદ્યાર્થીઓએ તેમના શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યા હતા. તમામ વિદ્યાર્થીઓએ ચિત્રો બનાવીને તેની ઉપર રંગબેરંગી કાગળો ચોંટાડીને તેનું સુંદર રીતે પ્રદર્શન કર્યું હતું આ રીતે, ચરોતર ઇંગ્લિશ મીડિયમ શાળાના વિદ્યાર્થીઓએ પોતાની કુશળતાને પ્રોત્સાહન આપવા માટે આ પ્રવૃત્તિ આંગળીઓ અને આંખના હાથના ભાગનો ઉપયોગ કરીને આ પ્રવૃત્તિ પૂરી કરી હતી. આચાર્ય શ્રી કાર્તિક પટેલે તમામ વિજેતાઓની પ્રશંસા કરી હતી.
- વિજેતા ના નામ :-
ધોરણ : ૧
૧. પટેલ સાનવી કિશોરભાઈ ( ધો – ૧ D )
૧. પરમાર જિંલ હિતેશકુમાર ( ધો – ૧ C )
૨. રાવલ વ્યોમ અનિલ કુમાર ( ધો ૧ B )
૩. પટેલ પ્રેમ વિકાસ ( ધો ૧ A )
ધોરણ :- ૨
૧. ભટ્ટી મિસરી કમલ ( ધો ૨ C )
૨. તિવારી શ્રેયાંશ ક્રીષ્ણકુમાર ( ધો ૨ A)
૨. પરમાર રાચેલ અશ્વિનકુમાર ( ધો ૨ D)
૩. પટેલ મન અંકિત કુમાર ( ધો ૨ B )
ધોરણ :- ૩
૧. પટેલ ક્રિશા ચેતનભાઈ ( ધો ૩ A)
૧. પટેલ વિધી પ્રશાંત ( ધો ૩ B )
૨. પટેલ વંદન તેજસ કુમાર ( ધો ૩ C )
૩. પ્રજાપતિ માનસી અનીશકુમાર ( ધો D )
ધોરણ :- ૪
૧. ભોઈ અક્ષીતા પુનમભાઈ ( ધો ૪ B )
૧. ગોહિલ ઈશા યોગેન્દ્રસિંહ ( ધો ૪ C)
૨. પંચાંલ જાનવીગૌરાંગ કુમાર ( ધો ૪ C )
૨. શુક્લા કિયાના રોનક ( ધો ૪ C )
૩. પટેલ હેલી હિતેન ( ધો ૪ C )
૩. રાણા હેત રાજેન્દ્ર કુમાર ( ધો ૪ D )
ધોરણ :- ૫
૧. કોચરા નિસર્ગ શૈલેષ ભાઈ. ( ધો ૫ C)
૨. દવે મિથિલેશ જનકકુમાર ( ધો ૫ C )
૩. ભટ્ટ મેશવા જયકુમાર ( ધો ૫ D )
Jignesh Patel, Anand
Other News : લશ્કરમાં ભરતી પૂર્વે યોજાનાર પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ વર્ગમાં જોડાવા અરજી કરે