Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

લમ્પીના કાળા કેર વચ્ચે વેટરનરી તબીબોની હડતાળ : મંત્રી પુરૂષોત્તમ રૂપાલાને યોગ્ય ઉકેલ લાવવા રજૂઆત

વેટરનરી તબીબો

આણંદ વેટરનરી કોલેજ (anand veterinary college) ના છાત્રોની ભૂખ હડતાળ પર ઉતરવાની ચિમકી

Anand : કેન્દ્રીય મંત્રી રૂપાલાને રજૂઆત, કામધેનુ યુનિવર્સિટી સંલગ્ન રાજ્ય ની ચાર યુનિવર્સિટીના વેટરનરી વિભાગના તબીબો દ્વારા ભથ્થું વધારાની માગ સાથે છેલ્લા છ દિવસથી વિવિધ કાર્યક્રમ યોજી વિરોધ પ્રદર્શન (protest) કરવા છતાં કુભકણૅ બનેલી સરકાર દ્વારા ભથ્થુરૂપી છઠ્ઠી ના લેખ ન લખતાં આવતીકાલ થી ભૂખ હડતાલ નુ એલાન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે.

આ મુદ્દે કેન્દ્રીય મંત્રી રૂપાલાને પણ રજૂઆત કરી યોગ્ય લાવવા માગ કરવામાં આવી છે

પ્રાપ્ત વિગત અનુસાર છેલ્લા છ દિવસથી વેટરનરી વિભાગ (anand veterinary college) ના તબીબો દ્વારા ભથ્થા વધારાની માગ સાથે વિવિધ કાર્યક્રમ યોજી વિરોધ પ્રદર્શન કરી સરકાર સમક્ષ માગ કરવામાં આવી છે. આમછતાં સરકાર દ્વારા ભથ્થું રૂપી છઠ્ઠી ના લેખ લખવામાં ન આવતા આવતીકાલથી ભૂખ હડતાલ નુ એલાન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે. અત્રે ઉલ્લેખનીય છેકે ગતરોજના તબીબોની માગ મુદ્દે સિનિયર તબીબો સહિત વિવિધ રાજ્ય ના વેટરનરી (anand veterinary college) તબીબો દ્વારા સમથૅન આપવામાં આવતા મુદ્દો રાષ્ટ્રીયકક્ષાનો બનવા પામતા આ મુદ્દે તબીબો દ્વારા કેન્દ્રીય ૫ શુપાલન મંત્રી પુરૂષોત્તમ રૂપાલાને યોગ્ય ઉકેલ લાવવા રજૂઆત કરી હોવાનું જાણવા મળેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતમાં પણ તલાટીઓની હડાતાળ ચાલુ છે ત્યારે હવે વેટરનરી તબીબોની આજથી ભૂખ હડાતાળ પર ઉતરવાની ચીમકી આપવમાં આવી છે. કેન્દ્રીય મંત્રી રૂપાલાને રજૂઆત પણ કરવામાં આવી છે. તબીબો દ્વારા ભથ્થુ વધારાની માગ સાથે વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યુ હતુ.

Other News : અમૂલ દ્વારા દૂધના પાઉચ પર તિરંગો સ્ટીચ કરવા મુદ્દે રાષ્ટ્રધ્વજના અપમાનની ચર્ચા

Related posts

સરદાર પટેલ યુનિ.ના 63મા દીક્ષાંત-સમારોહમાં પદવીધારક વિદ્યાર્થીઓને શુભકામના પાઠવતા રાજ્યપાલશ્રી…

Charotar Sandesh

આણંદને જોડતા વડોદ-હાડગુડ-અડાસ માર્ગ બિસ્માર હાલતમાં : વાહનચાલકો હેરાન-પરેશાન…!

Charotar Sandesh

ખેડા જિલ્લામાં ૨૫૦૦ પોલીસ કર્મી એકસાથે ટ્રેનિંગ લઈ શકે તેવું સેન્ટર બનશે…

Charotar Sandesh