Charotar Sandesh
ગુજરાત ચરોતર સ્થાનિક સમાચાર

વેટરનરી ડોક્ટર્સે CM ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો, માંગણી નહીં સ્વીકારાય તો આજથી ભૂખ હડતાલ

વેટરનરી ડોક્ટરે (veterinary-doctors)

છેલ્લા એક સપ્તાહથી વિવિધ કાર્યક્રમો યોજતાં વેટરનરી ડોક્ટરે (veterinary-doctors) સોમવારના રોજ મુખ્યમંત્રીને પત્ર લખી રાખડી મોકલી

આણંદ : વેટરનરી તબીબો (veterinary-doctors) ભથ્થાને લઇને હડતાલ પર ઉતરેલા છે, અને પોતાની માંગણી નહીં સ્વીકારાય તો આજથી મંગળવારથી ભૂખ હડતાલ પર બેસવાની વાત કરી છે, ભથ્થાને લઇ છેલ્લા સાત-આઠ દિવસોથી વિવિધ કાર્યક્રમો યોજી વેટરનરી તબીબોએ (veterinary-doctors) મુખ્યમંત્રી CMને પત્ર લખી રાખડી પણ મોકલી હતી. જેમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને પ્રશ્નનો ઝડપથી નિરાકરણ લાવવા માગણી કરાઈ હતી.

પરંતુ આ મુદ્દે સરકાર દ્વારા ધ્યાન આપવાની પણ તસદી લેતી નથી, સખત વિરોધ બાદ પણ માંગણી સંતોષવામાં નહિ આવતા તબીબોને ના છૂટકે ભુખ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે, આજે હડતાલમાં જોડાયેલા તમામ તબીબોએ પ્રતિક ઉપવાસ કરીને વિરોધ કરેલ હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતમાં પણ તલાટીઓની હડાતાળ ચાલુ છે ત્યારે હવે વેટરનરી તબીબો (veterinary-doctors) ની આજથી ભૂખ હડાતાળ પર ઉતરવાની ચીમકી આપવમાં આવી છે. કેન્દ્રીય મંત્રી રૂપાલાને રજૂઆત પણ કરવામાં આવી છે. તબીબો (veterinary-doctors) દ્વારા ભથ્થુ વધારાની માગ સાથે વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યુ હતુ.

Other News : આજે તા. ૯મીના રોજ NS સર્કલથી સામરખા ચોકડી તરફ પસાર થતા વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ

Related posts

આંગણે મોંઘેરો મહેમાન આવ્યાનો અવસર છે, ઝરમર ઝરમર વરસાદ આવ્યાનો અવસર છે…

Charotar Sandesh

લોકો ૩૦ વર્ષથી ભાજપની સરકાર બનાવી રહ્યા છે પરંતુ યુવાનો પાસે રોજગારી નથી : હાર્દિક પટેલ

Charotar Sandesh

અમૂલ ડેરી ખાતે ચુંટણી યોજાનાર હોઈ આણંદના કેટલાક માર્ગો ડાયવર્ટ કરાયા…

Charotar Sandesh