Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

વિદ્યાનગર : રક્ષાબંધનમાં બહાર ગામ ગયેલ પરિવારના ઘરનું તાળુ તોડી ૧.૭૦ લાખની મત્તા ચોરી

વિદ્યાનગરમાં ચોરીનો બનાવ

આણંદ : વિદ્યાનગરના યુકો પાર્કમાં વધુ એક ચોરીનો બનાવ બન્યો છે, જેમાં રક્ષાબંધનના તહેવારને લઈને પરિવાર અમદાવાદ ખાતે ઉજવણી કરવા ગયુ હોય તસ્કરો તેનો લાભ લઈ મકાનનું તોડી ૧.૭૦ લાખની મત્તા ચોરી ફરાર થઈ જવાની ફરિયાદ વિદ્યાનગર પોલીસ મથકે નોંધાવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વિદ્યાનગરના યુકો પાર્કમાં આનંદ બંગલામાં રહેતા પ્રવિણભાઈ નાનજીભાઈ શેરસીયા રર તારીખને રક્ષાબંધના તહેવારને લઈને મકાનને તાળુ મારી અમદાવાદ ઉજવણી કરવા ગયા હતા. ત્યારે તેમના મોટાભાઈને અજુગતુ લાગતા અને ઘરની લાઈટ પણ ચાલુ હોય અને પાછળનો દરવાજો તુટેલો હોય તેમણે પ્રવિણભાઈને ફોન કરી જાણ કરી હતી કે ઘરમાં ચોરી થઈ હોય તેમ જણાઈ રહ્યું છે જેને લઈને પ્રવિણભાઈ તુરંત જ ઘરે આવવા રવાના થઈ ગયા હતા. સવારે તેમણે ઘરે આવી તપાસ કરતા બેડરૂમના દરવાજાનું તાળું તુટેલું હતુ અને સામાન વેરવિખેર કરેલો હતો. તસ્કરોએ સોનાના પટ્ટાવાળી ઘળિયાળ, ચાંદીની ડીસ (બે નંગ), ચાંદીના ગ્લાસ (૬નંગ), ચાંદીની વાટકી (ર નંગ, કંકાવટી), ચાંદીના સિક્કા( પ નંગ), ચાંદીના છડા, આઈફોન(એસ), આઈવોચ, ઘળિયાળ સહિતની કુલ રૂપિયા ૧,૭૦,૦૦૦/- મત્તાની ચોરી કરી ફરાર થઈ જવા પામ્યા હતા.

પોલીસ દ્વારા અજાણ્યા ઈસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

આ અંગે મકાન માલિકના જણાવ્યા અનુસાર ફોરચ્યુનર ગાડી નં. જીજેર૩૮૮૯૯ પણ તસ્કરો લઈ ફરાર થઈ જવા પામ્યા હતા પરંતુ બાંધણી ચોકડી પાસે ગાડી ડેમેજ હાલતમાં મળી આવી હતી. બાંધણી ચોકડી પાસે ગાડી અથડાવી હોય કે કઈ બનાવ બન્યો હોય તસ્કરો ગાડી ત્યાં જ ડેમેજ હાલતમાં છોડી ચાલ્યા ગયા હતા. પોલીસ દ્વારા ૧.૭૦લાખની ચોરીની ફરીયાદ નોધાવામાં આવી છે પરંતુ મકાન માલિક દ્વારા વધુ તપાસ કરતા ચોરીની રકમમાં વધારો થાય તેમ જણાવ્યું હતુ.

Other News : RRSA Foundation દ્વારા મૂંગા જીવો સાથે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી

Related posts

RTEના બીજા રાઉન્ડમાં ૪૫૨૫ એડમિશન કન્ફર્મ થયા, જુઓ આણંદમાં કેટલા અરજીઓ સ્વીકારાઈ

Charotar Sandesh

અડાસ ગામે શિક્ષકો અને ગ્રામજનોનો નવતર પ્રયોગ : પાંચ હજાર વૃક્ષો રોપણ કરવાનો નિર્ધાર…

Charotar Sandesh

આણંદ ખાતે જિલ્‍લા કક્ષાની ટ્રેનીંગ ઓફ ટ્રેનર્સ તાલીમ શિબિર યોજાઇ…

Charotar Sandesh