ભારતીય ક્રીકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (virat kohli) એ વધુ એક રેકોર્ડ મા પોતાનું નામ નોધાવ્યું, કેપ્ટન તરીકે વિરાટ કોહલી (virat kohli) સૌથી વધુ ટેસ્ટ જીતવાના મામલે ચોથા નંબરે પહોંચી ગયો છે. કેપ્ટન તરીકે ટેસ્ટમાં વિરાટ કોહલીની આ ૩૭ મી જીત છે. ટીમ ઇન્ડિયાએ લોર્ડ્સ મેદાન પર રમાયેલી બીજી ટેસ્ટમાં યજમાન ઇંગ્લેન્ડને ૧૫૧ રનથી હરાવ્યું હતું. આ સાથે ટીમે ૫ મેચની શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે. નોટિંગહામમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ ડ્રો રહી હતી. ૨૭૨ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઇંગ્લેન્ડની ટીમ માત્ર ૧૨૦ રન જ બનાવી શકી હતી.
લોર્ડ્સ ગ્રાઉન્ડ પર ૧૯ ટેસ્ટમાંથી ભારતીય ટીમની આ ફક્ત ત્રીજી જીત છે
ટીમની ૧૨ ટેસ્ટમાં હાર મળી છે, જ્યારે ૪ મેચ ડ્રો રહી. ૧૯૮૬ માં પ્રથમ વખત કપિલ દેવના નેતૃત્વમાં ટીમે અહીં ટેસ્ટ મેચ જીતી હતી. ત્યારબાદ ૨૦૧૪ માં એમએસ ધોનીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ આ પરાક્રમ કર્યું. હવે વિરાટ કોહલી (virat kohli) ની નજર શ્રેણી જીતવા પર રહેશે. પ્રથમ ટેસ્ટમાં પણ ટીમ જીતની નજીક હતી. ટીમ ૧૪ વર્ષથી અહીં શ્રેણી જીતી શકી નથી. ૨૦૧૮ માં રમાયેલી છેલ્લી પાંચ મેચની શ્રેણીમાં ટીમ ૧-૪થી હારી ગઈ હતી. ટીમે છેલ્લે ૨૦૦૭ માં રાહુલ દ્રવિડની કેપ્ટનશીપમાં ટેસ્ટ શ્રેણી જીતી હતી.
Other News : એક ખેલાડીને છંછેડશો તો અમે બધા ૧૧ છોડીશું નહીં : રાહુલની ઇંગ્લેન્ડને ચેતવણી