Charotar Sandesh
સ્પોર્ટ્સ

વિરાટ કોહલી આપી શકે છે રાજીનામુ

વિરાટ કોહલી

નવી દિલ્લી : વિરાટ ટેસ્ટમાં પોતાની કેપ્ટનશિપ ચાલુ રાખી શકે છે. તેઓ હાલ ૩૨ વર્ષના છે અને આગામી ૫-૬ વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી શકે છે.

જાણવા મળ્યા મુજબ ત્રણેય ફોર્મેટની કેપ્ટનશિપના દબાણના કારણે વિરાટ કોહલીની બેટિંગ પર તેની ખૂબ અસર પડી છે. કોહલીના મતે તેમની બેટિંગને વધારે સમય અને વધારે સ્પીડની જરૂર છે.આગામી વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૩માં ભારત ૨ વર્લ્‌ડ કપ રમવાનું છે જેને કારણે વિરાટની બેટિંગને મહત્વની માનવામાં આવે છે.

ભારતીય ક્રિકેટ ટીમમાં આગામી દિવસોમાં વ્હાઈટ બોલ ક્રિકેટમાં મોટું પરિવર્તન આવે તેવી શક્યતા છે

એવું માનવામાં આવે છે કે, ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી ઓક્ટોબર અને નવેમ્બરમાં રમાનારા ટી-૨૦ વર્લ્‌ડ કપ બાદ સીમિત ઓવર્સની ક્રિકેટમાંથી રાજીનામુ આપી શકે છે. ટીમ ઈન્ડિયાના હીટમેન રોહિત શર્માને વનડે અને ટી-૨૦ના કેપ્ટન બનાવવામાં આવે તેવી પણ શક્યતા છે. સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે ૩૨ વર્ષીય વિરાટ કોહલી જે હાલ ભારતના ત્રણેય ફોર્મેટના કેપ્ટન છે અને ભારતના અત્યાર સુધીના સૌથી સફળ કેપ્ટન રહ્યા છે તેમણે રોહિત શર્મા સાથે કેપ્ટનશિપની જવાબદારી શેર કરવાનો નિર્ણય લીધો છે. વિરાટે છેલ્લા થોડા મહિનાઓ દરમિયાન રોહિત અને ટીમ મેનેજમેન્ટ સાથે આ મુદ્દે લાંબી વાતચીત કરી છે.

Other News : માન્ચેસ્ટર ટેસ્ટ વિવાદ : ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ હવે ICC પાસે પહોંચ્યુ

Related posts

આફ્રિદીએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું, કહ્યું : ‘વાત કાશ્મીરની નથી માણસાઈની છે’

Charotar Sandesh

ભારતીય એથ્લેટ્‌સે ૧૫૦૦ મીટર રેસમાં ૪ મેડલ જીત્યા…

Charotar Sandesh

૨૫ ટેસ્ટ સદી પૂરી કરવાના મામલામાં સ્મિથે કોહલીને પાછળ છોડ્યો…

Charotar Sandesh