Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

રાજ્યમાંથી ખૂણે ખૂણેથી વ્યાજખોરોના દૂષણને દૂર કરીને જ રહીશું : ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી

ગૃહ રાજય મંત્રીશ્રી હર્ષ સંઘવી

આણંદ જિલ્લા પોલીસ દ્વારા યોજાયેલ લોન ધિરાણ કેમ્પમાં ૩૧૩ લાભાર્થીઓને ચેક વિતરણ

આણંદ : ગૃહ રાજય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે રાજ્ય સરકાર રાજ્યમાંથી વ્યાજના દૂષણ સામેની લડાઈ માં કોઈપણ ચમરબંધીને છોડશે નહીં. રાજ્યના ખૂણે ખૂણેથી વ્યાજના દૂષણને નાબૂદ કરી નાગરિકોને વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્ત કરવામાં આવશે. રાજ્યમાંથી વ્યાજખોરોના દૂષણને દૂર કરીને જ રહીશું તેમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.

રાજ્ય સરકારનું આ અભિયાન સતત ચાલુ જ રહેશે એવી ચીમકી ઉચ્ચારતા ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ કહ્યું કે, સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારને હેરાન પરેશાન અને બરબાદ કરનાર વ્યાજખોરો ગુજરાત છોડીને ચાલ્યા જાય. રાજ્ય સરકાર દ્વારાકડકમાં કડક પગલાં લઈને ઊંચું વ્યાજ લેનારાઓ સામે કાયદાકીય પગલા લેવામાં આવશે..

ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે આજે શ્રી સરદાર પટેલ મેમોરિયલ હોલ કરમસદ ખાતેથી આણંદ જિલ્લાના નવ નિર્મિત ભાલેજ પોલીસ સ્ટેશન તથા પોલીસ ક્વાર્ટર્સ અને જોળ ખાતે નવનિર્મિત સ્ટેટ આઈ.બી. કચેરીનું ઇ-લોકાર્પણ કર્યું હતું.

મંત્રી શ્રી હર્ષ સંઘવીએ વધુમાં ઉમેર્યું હતું કે વ્યાજખોરીના દૂષણ સામેની લડાઈમાં પ્રજા પણ સાથ આપે તે જરૂરી છે અભિયાનની શરૂઆત કરીને પોલીસ વિભાગે માતાનું મંગળસૂત્ર પરત અપાવ્યું છે પોતાના સપનાનું ઘર પરત અપાવ્યું છે અને સામાન્ય અને મધ્યમ પરીવાર વર્ગ જે હેરાન થતો હતો તેમને નવું જીવન આપ્યું છે.

મંત્રીશ્રીએ ભાલેજ ખાતે નવનિર્મિત ૨૫ રૂમના પોલીસ ભવનનું ઈ લોકાર્પણ કર્યું હતું તથા ભાલેજ પોલીસ લાઈનના બાર મકાનોનું પણ તેમણે ઈ લોકાર્પણ કર્યું હતું. આ પોલીસ ભવન રૂ. ૪.૩૬ કરોડ ઉપરાંતના ખર્ચે તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રૂ.૨.૪૭ કરોડના ખર્ચે જોળ ખાતે સ્ટેટ આઈ બી કચેરી, આણંદનું પણ તેમણે ઈ- લોકાર્પણ કર્યું હતું.

મંત્રીશ્રીએ આણંદ જિલ્લામાં આવેલ ગામડાઓમાં સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આર્થિક સહયોગ આપનાર દાતાશ્રીઓનું પ્રમાણપત્ર આપીને બહુમાન કર્યું હતું. જેમાં કાવિઠા, વીરસદ, મેઘવા, અલારસા, દાવોલ અને ભાલેજ ગામના દાતાશ્રીઓનો સમાવેશ થાય છે.

Other News : ખંભાતમા થયેલ કોમી રમખાણ બનાવમા છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા ૧૦ આરોપીઓને પકડી પાડતી SOG આણંદ

Related posts

બિપરજોય વાવાઝોડાના કારણે આણંદ જિલ્લામાં શું થઈ અસર ? જુઓ વિગત

Charotar Sandesh

પંખા-AC ચલાવવા વીજ ચોરી કરતાં ૪૫ ઝડપાયા, તંત્રએ આણંદ જિલ્લામાં ૬.૯૩ લાખનો દંડ ફટકાર્યો

Charotar Sandesh

આણંદ લોકસભા પૂર્વ સાંસદ દિલીપ પટેલનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતાં હોમ કોરેન્ટાઈન થયા…

Charotar Sandesh