Charotar Sandesh
ગુજરાત

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ કોણ ? ૧પ જેટલા નેતાઓ સાથે રાહુલ ગાંધીની વન ટુ વન બેઠક શરૂ

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ

હાર્દિક પટેલ પ્રમુખ બનશે તો ૨૦ જેટલા કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામું આપશે તેવી શક્યતા

પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાનું નામ નક્કી કરવા રાહુલ ગાંધીના ઘેર ગુજરાતના નેતાઓના ધામા

ગાંધીનગર : વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી હોવાથી રાજ્યમાં કોંગ્રેસના કેપ્ટન નક્કી કરવાની કવાયત પણ ઝડપી બનાવી દેવાઈ છે અને આજે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ ‘દિલ્હી દરબાર’ મતલબ કે રાહુલ ગાંધીના ઘેર ધામા નાખ્યા છે. રાહુલ ગાંધી અને ગુજરાત કોંગ્રેસના નેતાઓ વચ્ચે એક બેઠક મળશે અને તેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષી નેતા અંગે નિર્ણય લેવાઈ જશે.

પ્રદેશ કોંગ્રેસના નેતાઓની ચાલી રહેલી વન ટુ વન બેઠકમાં મોટા ભાગના નેતાઓએ હાર્દિક પટેલને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવશે તો ફરી એક વાર ગુજરાત કોંગ્રેસમાં મોટું ભંગાણ થવાની ચીમકી ઉચ્ચારી હતી. એટલું જ નહીં કોંગ્રેસના ૨૦ જેટલા ધારાસભ્યો પણ કોંગ્રેસ છોડી શકે છે. પ્રદેશના સિનિયર નેતાઓની ચીમકીના કારણે રાહુલ ગાંધી સહિત કોંગ્રેસ હાઈકમાન્ડ પણ અવઢવમાં પડી ગયું છે.

Related posts

કૉલેજ-યુનિવર્સિટી માટે યુજીસીની ગાઈડલાઈન્સ જાહેર, એન્ટ્રી સમયે થશે થર્મલ સ્ક્રીનિંગ…

Charotar Sandesh

ગુગલના વિશ્વના ટોપ-૫૦ લોકલ ગાઈડમાં બે ગુજરાતીએ મેળવ્યું સ્થાન…

Charotar Sandesh

બોટાદમાં લઠ્ઠાકાંડની અત્યંત દુખદ ઘટના, ગૃહ રાજ્યમંત્રી રાજીનામું આપે : કોંગ્રેસ નેતા અમિત ચાવડા

Charotar Sandesh