Charotar Sandesh
સ્પોર્ટ્સ

ધોનીએ સંન્યાસનો નિર્ણય કેમ ના બદલ્યો ? : રવિ શાસ્ત્રી

મહેન્દ્રસિંહ ધોની (mahendrasinh dhoni)

મુંબઈ : ટીમ ઇન્ડિયાના સૌથી સફળ કેપ્ટનમાંના એક મહેન્દ્રસિંહ ધોની (mahendrasinh dhoni) એ એક વર્ષ પહેલા ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધુ હતું. ધોનીના આ નિર્ણયે આખી દુનિયાને ચોંકાવી દીધી હતી. આવું જ કંઇ તેણે વર્ષ ૨૦૧૪માં ટેસ્ટ ક્રિકેટથી સંન્યાસ લેતા સમયે પણ કર્યું હતું. હવે ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ ધોનીના ટેસ્ટ ક્રિકેટથી સંન્યાસ અંગે એક મોટો ખુલાસો કર્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રી, જેમણે પોતાના પુસ્તકમાં ખેલાડીઓ વિશે લખ્યું છે, તેમણે કહ્યું કે મેં ભારતના પૂર્વ વિકેટકીપરને પોતાના નિર્ણય પર ફરીથી વિચારવા મનાવવાની કોશિશ કરી હતી. જોકે તેમને લાગે છે કે મહેન્દ્રસિંહ ધોની (mahendrasinh dhoni) એ પોતાના નિર્ણય પર રહી યોગ્ય નિર્ણય લીધો. મહેન્દ્રસિંહ ધોની (mahendrasinh dhoni) એ જ્યારે સંન્યાસ લીધો હતો તે સમયે શાસ્ત્રી ટીમ નિદેશકની ભૂમિકામાં હતા. શાસ્ત્રીએ લખ્યું,’તમામ ક્રિકેટર કહે છે કે, લેન્ડમાર્ક અને માઇલસ્ટોનથી કોઇ ફરક નથી પડતો. પરંતુ કંઇ કરે છે.

આ મુદ્દે એક સંપર્ક કર્યો અને કોશિશ કરી રહ્યો હતો કે તે પોતાનું મન બદલી શકે. પરંતુ ધોની દ્રઢ હતો જેણે મને મામલો આગળ વધારવાથી રોકી દીધો. હવે પાછળ જોઇ મને લાગે છે કે તેનો નિર્ણય સાહસિક અને નિસ્વાર્થ હતો.’

ભારતના પૂર્વ ઓલરાઉન્ડરનું કહેવું છે કે, ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (mahendrasinh dhoni) દ્વારા ક્રિકેટથી અચાનક સંન્યાસ લેવાનો નિર્ણય સાહસી અને નિસ્વાર્થ પગલું હતું

આ સાથે જ શાસ્ત્રીએ કહ્યું કે, ધોની ૨૦૧૪ સુધીમાં ૯૦ ટેસ્ટ રમી ચૂક્યો હતો પરંતુ તેણે ૧૦૦ ટેસ્ટ રમવા સુધીની રાહ ન જોઇ. શાસ્ત્રીએ પોતાના પુસ્તક સ્ટારગેજિંગઃ ધ પ્લેયર ઇન માઇ લાઇફમાં લખ્યું,’ધોની તે સમયે ન માત્ર ભારતનો પરંતુ આખી દુનિયાનો સ્ટાર ખેલાડી હતો. જેના નામે ત્રણ આઇસીસી ટ્રોફી હતી. જેમા બે વિશ્વકપ સામેલ છે. તે ફોર્મમાં હતો અને ૧૦૦ ટેસ્ટથી માત્ર ૧૦ મેચ દૂર હતો.

Other News : પ્રવીણ કુમાર ૧૮ વર્ષની ઉંમરે પેરાલમ્પિકમાં સર્જ્‌યો ઈતિહાસ

Related posts

ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ…

Charotar Sandesh

ઈંગ્લેન્ડમાં ચાલુ મેચમાં ફેન બેટિંગ કરવા પહોંચી ગયો

Charotar Sandesh

આફ્રિદીએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું, કહ્યું : ‘વાત કાશ્મીરની નથી માણસાઈની છે’

Charotar Sandesh