Charotar Sandesh
ગુજરાત

રાજ્યમાં ગણેશ મહોત્સવમાં ડીજે-બેન્ડને મંજૂરી અપાશે ? આજે સાંજે બેઠકમાં લેવાશે નિર્ણય

ગણેશોત્સવમાં ડીજે DJ

બે વર્ષ બાદ આ વર્ષે ગણેશોત્સવમાં ડીજે (DJ) ની રમઝટ જોવા મળી શકે છે

સાંજે મળનારી કોર કમિટીની બેઠકમાં અંતિમ નિર્ણય લેવાશે અને એ નિર્ણયના આધારે ગૃહ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવશે

ગાંધીનગર : ગણેશોત્સવને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે છેલ્લાં બે વર્ષથી બંધ ડીજે (DJ) અને ગાયકોના કાર્યક્રમને શરૂ કરવા અંગે આજે કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે. બેઠકમાં તહેવારો તેમજ પ્રસંગોમાં ડી.જે. સહિતના અન્ય કાર્યક્રમ યોજવા અંગે નિર્ણય લેવામાં છે, પરંતુ સાંજે મળનારી કોર કમિટીની બેઠકમાં અંતિમ નિર્ણય લેવાશે અને એ નિર્ણયના આધારે ગૃહ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવશે.

મુખ્યમંત્રીએ કેબિનેટ બેઠકમાં ગૃહ વિભાગને આજે સાંજ સુધીમાં નોટિફિકેશન કરવાની સૂચના આપી છે. કોરોનાની લીધે છેલ્લાં બે વર્ષથી ડીજે (DJ) અને બેન્ડ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, મુખ્યમંત્રીને મળેલી રજૂઆત મુજબ છૂટછાટ અપાશે. આ નિર્ણય બાદ આ વર્ષે ગણેશોત્સવની ધૂમધામ ઉજવણી થશે તેમજ નવરાત્રિમાં પણ ડીજેની રમઝટ જોવા મળી શકે છે.

Other News : રાજ્ય સરકારે એમેઝોન સાથે એમઓયુ કર્યું

Related posts

સ્થાનિક સ્વરાજની ચૂંટણી કૉંગ્રેસમાં ઉમેદવારી ફોર્મ નોંધાવતા પહેલાં ‘બાહેંધરી’ આપવી પડશે…

Charotar Sandesh

યુવાધનને પ્રતિબંધિત ઇ-સિગારેટના રવાડે ચઢાવતા ટોબેકો વેપારીની ધરપકડ…

Charotar Sandesh

ઉત્તર ભારતમાં હિમવર્ષા થતાં સૂકા પવનો ફુંકાતા રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું

Charotar Sandesh