Charotar Sandesh
ગુજરાત મધ્ય ગુજરાત

ગુજરાતમાં શિયાળો જામ્યો, ૨ દિવસ કોલ્ડવેવની આગાહી : ગિરનાર થીજી ગયો, આબુમાં બરફની ચાદર

ગુજરાતમાં ઠંડી

ગાંધીનગર : ઉત્તર-પૂર્વ તરફથી ફૂંકાઈ રહેલા બર્ફિલા પવનને કારણે શીતલહેરનું મોજું ફરી વળ્યું છે. રાજ્યનાં ૯ શહેરોમાં સિંગલ ડીઝીટ તાપમાન નોંધાતા લોકો ઠરી ગયા હતા. ત્યારે ગુજરાતમાં ૨ દિવસ કડકડતી ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આગામી ૪ દિવસ બાદ આવી રહેલી ઉત્તરાયણમાં કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે

ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યા બાદ કાતિલ ઠંડી પડી રહી છે, ત્યારે આગામી ૪ દિવસ બાદ આવી રહેલી ઉત્તરાયણમાં કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. શિયાળો બરાબરનો જામ્યો છે.

છેલ્લાં ૨૪ કલાકમાં હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં નોધાયેલા તાપમાનના આંકડા જાહેર કર્યા છે. જેમાં કચ્છના નલિયાનું તાપમાન ૬.૨ ડિગ્રી નોંધાયું છે. જ્યારે વડોદરા શહેરનું તાપમાન ૮.૯ ડિગ્રી, અમદાવાદ શહેરનું તાપમાન ૯.૩ ડિગ્રી, ડીસા અને પાટણનું તાપમાન ૯.૫ ડિગ્રી, રાજકોટનું તાપમાન ૯.૭ ડિગ્રી, ભુજનું તાપમાન ૧૦ ડિગ્રી, અમરેલી અને જૂનાગઢનું તાપમાન ૧૦.૨ ડિગ્રી, ભાવનગરનું તાપમાન ૧૦.૮ ડિગ્રી નોંધાયું છે. એટલું જ નહીં સમગ્ર રાજ્યમાં આગામી ૨ દિવસ કાતિલ પવન પણ ફૂંકાવવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં કાતિલ ઠંડી પડી રહી છે.

ગિરનાર પર્વત ઉપર ભારે ઠંડીનો માહોલ છવાઇ જવા પામ્યો છે. હાડ ગાળી નાખે અને સોંસરવો ઉતરી જાય તેવો ઠંડો પવન ગિરનાર પર્વત ઉપર ફૂંકાઇ રહ્યો છે. જ્યારે ગુજરાતીઓના મનપસંદ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ હાડ થીજવતી ઠંડી પડી રહી છે. માઉન્ટ આબુમાં સિઝનનું સૌથી નીચું તાપમાન માયનસ ત્રણ ડિગ્રી નોંધાતા રહીશો સહિત સહેલાણીઓ ઠુંઠવાયા હતા. છેલ્લા ત્રણ દિવસથી તાપમાન નીચું જતા માયનસ ડિગ્રી ચાલી રહ્યું છે.

Other News : આણંદમાં કોરોનાના કેસો વધતા આરોગ્ય તંત્ર એલર્ટ : ઘરે-ઘરે ફરીને આરોગ્યની ચકાસણી કરાશે

Related posts

મોતના આંકડા છૂપાવતા હોવાના અહેવાલ પાયાવિહોણા : પ્રદિપસિંહ જાડેજા

Charotar Sandesh

ગૃહમંત્રી હર્ષ સંઘવીની પોલીસ વિભાગને ટકોર : ટ્રાફિક નિયમ તોડતા લોકો રીઢા ગુનેગાર નથી, વ્યવહાર સારો રાખો

Charotar Sandesh

રાંધણગેસનો બાટલો ૧૦૦ રૂપિયા મોંઘો, ૮ મહિનાથી સબસિડી પણ મળતી નથી…

Charotar Sandesh